Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજકોટ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65માં જન્મદિવસ નિમિત્તે મહાપૂજા, રક્તદાન,વૃક્ષા રોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહ યોજાયો.

રાજકોટ :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ 65મા જન્મદિવસ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂજા-અર્ચના કરી ગુજરાતની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને સંતશ્રીઓના હસ્તે  પ્રેરતાસેતુ મોબાઈલ એપનું લોન્ચિંગ કરાયું હતું.
 આ પ્રસંગે BAPSના પૂ.સંતગણ, મેયર ડૉ. પ્રવીણ ડવ,ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઇ,લાખાભાઈ,પૂર્વ મંત્રી ડૉ.વલ્લભભાઈ કથરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ  ભારદ્વાજ પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાવનાબેન બાબરીયા, મ્યુનિસિપલ ફાઈનાસન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને  65માં જન્મદિવસે તેમજ રાજ્ય સરકારના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

(8:16 pm IST)