Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પેગાસસ સ્પાયવેરનો કથિત ટાર્ગેટ બનેલા પાંચ પત્રકારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : સરકારી એજન્સીઓ દ્વારા સ્પાયવેરના અનધિકૃત ઉપયોગથી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયાનો આરોપ : કેન્દ્ર સરકારનો ખુલાસો માંગવાની અરજ કરી

ન્યુદિલ્હી : મીડિયા રિપોર્ટ મુજબ પેગાસસ સ્પાયવેરનો કથિત ટાર્ગેટ બનેલા પાંચ પત્રકારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાછે. તથા સરકારી એજન્સીઓ દ્વારા સ્પાયવેરના અનધિકૃત ઉપયોગથી બંધારણની કલમ 19 તથા 21 મુજબ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયાનો આરોપ લગાવ્યો છે. તેમજ આ મામલે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગવા અરજ ગુજારી છે.

આ પાંચ પત્રકારોમાં પરનજોય ગુહા ઠાકુરતા, એસએનએમ અબ્દી, પ્રેમ શંકર ઝા, રૂપેશ કુમાર સિંહ અને ઇપ્સા શતાક્સીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન ટેપિંગ જાસૂસી વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ત્રણ પિટિશન દાખલ થઇ ચુકી છે. જે સહીત તમામ પિટિશનની સુનાવણી 5 ઓગસ્ટના રોજ હાથ ધરાશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)