Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પેગાસસ કેસની તપાસ થવી જોઈએ : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર

જનતા દરબાર બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવેદનથી કેન્દ્રને આંચકો : આવા કેસો સતત બહાર આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તેની યોગ્ય તપાસ થવી જોઈઅ : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર

 

પટણા, તા.૨ : પેગાસસ જાસૂસ મામલે વિપક્ષને હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું સમર્થન મળ્યું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે પેગાસસ કેસની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપીંગનાં વિશે સાંભળી રહ્યા છીએ. આ કિસ્સામાં તપાસ થવી જોઈએ. સોમવારે જનતા દરબાર સમાપ્ત થયા બાદ સીએમ નીતિશે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ મુદ્દે પોતાનાં વિચારો રજુ કર્યા હતાં.

જ્યારે પત્રકારોએ જાતિ આધારીત વસ્તી ગણતરી વિશે પૂછ્યું કે શું રાજ્ય સરકાર તેના સ્તરથી જાતિની વસ્તી ગણતરી કરશે, તો સીએમ નીતીશે કહ્યું કે આ વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે. તેમણે કહ્યું કે અમે આજે જ જાતિ આધારીત વસ્તી ગણતરી માટે ફરી વિનંતી કરીશું. આવું કરવું કે ન કરવું તે કેન્દ્ર પર છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જાતિ ગણતરીથી સમાજમાં તણાવ ફેલાશે, તે એકદમ ખોટું છે. દરેક વ્યક્તિ આનાથી ખુશ થશે.પેગાસસ જાસૂસી કેસ અંગે પૂછવામાં આવેલા સવાલ પર સીએમ નીતિશે કહ્યું કે આવા કેસો સતત બહાર આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તેની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું છે કે સમગ્ર મામલાની કાળજીપૂર્વક તપાસ કરી શકાય છે. સીએમ નીતિશે વધુમાં કહ્યું છે કે તપાસ બાદ જ યોગ્ય પગલું ભરવા જોઈએ. શું થયું છે, શું નથી થયું, કેટલાક લોકો સંસદમાં આ ભૂલી રહ્યા છે. અખબારોમાં સતત સમાચારો આવી રહ્યા છે. લોકો જે રીતે સાંભળી રહ્યા છે, તેને કોઈ પકડી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. સીએમ નીતીશે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ, તપાસ પણ થવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે લોકો આટલા દિવસો સુધી સંસદમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેની તપાસ થવી જોઈએ, જેથી સત્ય બહાર આવે. જો કોઈ કોઈને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો તેની પણ તપાસ થવી જ જોઈએ.

(8:54 pm IST)