Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પ્લેન લેન્ડ કરતી વખતે પાયલટ દ્વારા થઈ ખૂબ ગંભીર ભૂલ : લેન્ડિંગ ગીયર વગર જ લેન્ડ કરી દીધું વિમાન !, વિડિયો વાઈરલ

સોશ્યલ મીડિયા પર કેટલાકે ઘટનાને 'ખતરનાક લેન્ડિંગ' ગણાવી, તો કેટલાક કહી રહ્યા છે કે, તેણે આવું લેન્ડિંગ ક્યારેય જોયું નથી !

નવી દિલ્લી તા.01 : આજના સમયમાં એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટેનો સૌથી ઝડપી મધ્યમ વિમાન છે. તેમાં મુસાફરી કરવી થોડી મોંઘી હોય છે. પરંતુ તેમાં ઘણો સમય બચે છે. પરંતુ આ સફરમાં એક નાની ભૂલ પણ અનેકનાં જીવ જોખમે મૂકી શકે છે. ત્યારે આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

તમે પ્લેનનું લેન્ડિંગ તો જોયું જ હશે કે પાઇલોટ્સ કેટલી સુરક્ષિત રીતે કોઇપણ ભૂલ વગર પ્લેનને જમીન પર લેન્ડ કરે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પ્લેનનું ખતરનાક લેન્ડિંગ જોઇને લોકો દંગ રહી ગયા છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પ્લેન લેન્ડ કરતી વખતે પાયલટ દ્વારા એક નાની પરંતુ ખૂબ ગંભીર ભૂલ થઈ જાય છે, જેનો મોટો ફટકો ઉઠાવવો પડે છે. પ્લેનમાં આગ લાગે છે અને તે રનવે પર દુર સુધી ઢસડાતું જાય છે. સદનસીબે પ્લેનમાં વિસ્ફોટ થયો નથી અને કોઈ અપ્રિય ઘટના બની નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્લેન કેટલી ઝડપથી લેન્ડ થવા માટે રનવેની નજીક આવી રહ્યું છે. તે લેન્ડિંગ ગિયર વિના લેન્ડિંગ કરે છે, ત્યારે જ પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળે છે અને જ્વાળાઓ દૂર દૂર સુધી જાય છે. આ જ્વાળાઓ ત્યારે જ ઓલવાઈ જાય છે જ્યારે વિમાન સંપૂર્ણ રીતે બંધ થઈ જાય. આ એકદમ ચોંકાવનારો વીડિયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Creature of God નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લેન લેન્ડિંગ ગિયર વગર ઉતર્યું હતું. માત્ર 1 મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે તેને 'ખતરનાક લેન્ડિંગ' ગણાવી છે, તો કેટલાક કહી રહ્યા છે કે તેણે આવું લેન્ડિંગ જોયું નથી.

(10:39 pm IST)