Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024ને લઈ મંથન શિબિરમાં માળખુ તૈયાર કરાયું : 75થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્‍ય

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં યોજાયેલ શિબિરમાં ત્રણ દિવસ પાર્ટીના દિગ્ગજોએ રણનીતિ ઘડી : ચૂંટણી જીતવા આશરે 60 ટકા મતોની જરૂરિયાત

ચિત્રકૂટ તા.01 : ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024ને લઈ કામે લાગી ગઈ છે અને નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ચૂંટણીને લઈ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મંથન શિબિર યોજાઇ હતી. જેમાં માળખુ તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપે મંથન શિબિરમાં કોઈ પણ હાલતમાં 75થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્‍ય નક્કી કર્યું છે.

લોકસભા ચૂંટણીમાં તેને યુપીમાં 50 ટકા વોટ મળ્યા હતા અને તેવામાં 75 બેઠકો જીતવા માટે 60 ટકા વોટની જરૂર રહેશે. ચિત્રકૂટમાં આયોજીત મંથન શિબિરમાં ત્રણ દિવસ પાર્ટીના દિગ્ગજોની રણનીતિ બનાવી અને રાજ્યમાં 75 બેઠકો જીતવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે ચર્ચા કરી. ભાજપ હવે આ માટે પોતાના સહયોગી સંગઠનોની સાથે ચર્ચા કરશે. ભાજપ આ લક્ષ્‍ય પૂર્ણ કરવા માટે સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ અન્ય સંગઠનોની મદદથી ચૂંટણીમાં ઉતરશે. આ ઉપરાંત ભાજપ પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારશે. એટલું જ નહીં અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો પણ આ જ સંગઠનો દ્વારા ઉઠાવાશે.

(11:19 pm IST)