Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોંઘવારી મામલે નાણામંત્રીના જવાબ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે સાધ્યું નિશાન

બે સપ્તાહની જીદ બાદ આજે મોદી સરકાર વિપક્ષના સતત દબાણને કારણે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા કરવા રાજી થઈ પણ દેશભરના લોકો નાણામંત્રી સાથે અસંમત થશે

નવી દિલ્હી : લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે,બે દિવસથી કોંગ્રેસના નેતા અધીર રંજનના વિવાદિતક નિવેદન મામલે ભારે હોબાળો મચ્યો હતો,આ વિવાદના સમાપ્ત થયા બાદ છેલ્લા બે સપ્તાહ બાદ અંતે મોદી સરકાર મોંઘવારી પર ચર્ચા  કરવા માટે તૈયાર થઇ હતી ચર્ચામાં કોંગ્રેસે સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી હતી ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાષણ આપતાની સાથે જ કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું

 આ મોંઘવારી સંદર્ભમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને નાણામંત્રી પર નિશાન સાંધ્યું હતું ,તેમણે ટ્વિટમાં લખ્યું કે બે સપ્તાહની જીદ  બાદ આજે મોદી સરકાર વિપક્ષના સતત દબાણને કારણે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા કરવા રાજી થઈ ગઈ હતી. અપેક્ષા મુજબ, નાણામંત્રીના જવાબથી એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ સમસ્યા નથી. દેશભરના લોકો નાણામંત્રી સાથે અસંમત થશે. આવતીકાલે રાજ્યસભામાં ચર્ચા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મોંઘવારીના જવાબમાં  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે  કહ્યું કે લગભગ 30 સાંસદોએ આજે મોંઘવારી વિશે વાત કરી, પરંતુ તમામ રાજકીય એંગલથી ડેટા વગરના છે .લોકસભામાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર ખૂબ જ ગંભીર છે, અને કિંમતો પર લગામ લગાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં મોંઘવારી આખી દુનિયા કરતા સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે સરકારનો પ્રયાસ મોંઘવારી દરને 7 ટકાથી નીચે રાખવાનો છે અને સરકાર આમાં સફળ રહી છે.

(12:32 am IST)