Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વેઈટલિફટીંગમાં હરજિંદરને બ્રોન્‍ઝઃ ભારતના ખાતામાં કુલ ૯ મેડલ

આજના દિવસ સુધીમાં આપણે ૩ ગોલ્‍ડ, ૩ સિલ્‍વર અને ૩ બ્રોન્‍ઝ જીત્‍યા : કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ઓસ્‍ટ્રેલીયા ટોચના સ્‍થાને, ભારત છઠ્ઠા ક્રમેઃ લોન બોલ અને બેડમીન્‍ટન મિકસ્‍ડ ટીમમાં પણ મેડલ પાકો

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં વેઈટલીફટરોનો દબદબો યથાવત છે. હરજિંદર કૌરએ બ્રોન્‍ઝ જીત્‍યો છે. આ સાથે ભારતના ખાતામાં કુલ ૯ મેડલ થઈ ગયા છે. જયારે લોન બોલ અને બેડમીન્‍ટન મિકસ્‍ડમાં આપણા મેડલ પાકા થઈ ગયા છે. ભારત ૩ ગોલ્‍ડ, ૩ સિલ્‍વર અને ૩ બ્રોન્‍ઝ સાથે છઠ્ઠા સ્‍થાને છે જયારે ઓસ્‍ટ્રેલીયા ટોચ ઉપર છે.

 કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૨ને ચાર દિવસ થઇ ગયા છે. ઘણી ઇવેન્‍ટ્‍સ પુરી થઇ ગઇ છે અને ડઝનેક મેડલ પણ ખેલાડીઓએ પોતાના નામે કરી લીધા છે. હજુ પણ મેડલ ટેબલમાં બહુ ફેરફાર થયો નથી. પ્રથમ દિવસની જેમ ચોથા દિવસે પણ ઓસ્‍ટ્રેલિયા ટોચ પર છે અને મેડલની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ ચોથો દિવસ પણ ભારત માટે મેડલ લઈને આવ્‍યો. જો કે ઘણા મેડલ નથી આવ્‍યા. પરંતુ બીજા કેટલાક મેડલ પર ભારતનું નામ ચોકકસથી પાક્કું થયું. ચોથા દિવસ બાદ પણ ભારત છઠ્ઠા સ્‍થાને યથાવત છે.  વેટલિફિં્‌ટગમાંથી મેડલ આવ્‍યો હતો. હરજિન્‍દર કૌરે મહિલાઓની ૭૧ કિગ્રા વર્ગમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. આ રીતે ભારતે વેઈટલિફિં્‌ટગમાં બીજો બ્રોન્‍ઝ અને ઓવરઓલ ૭મો મેડલ જીત્‍યો હતો.

ભારતની મેડલ ટેલીમાં પહેલીવાર વિવિધતા જોવા મળી હતી અને તેનું કારણ જુડો હતું. આવી રમતમાં જેમાં ભારતની ઓળખ નજીવી છે અને જેમાં ભારતને વધુ સફળતા મળી નથી. ભારતે એક જ દિવસમાં બે મેડલ જીત્‍યા. ૨૦૧૪માં ભારત માટે પહેલીવાર જુડો સિલ્‍વર જીતનાર સુશીલા દેવીએ ફરી પોતાની કુશળતા બતાવી અને વધુ એક સિલ્‍વર મેડલ જીતીને ઇતિહાસ રચ્‍યો હતો.

તેના સિવાય વિજય કુમાર યાદવે રેપચેજ દ્વારા બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. આ રીતે ભારત ૩ ગોલ્‍ડ, ૩ સિલ્‍વર, ૩ બ્રોન્‍ઝ સાથે કુલ ૯ મેડલ મેળવી છઠ્ઠા સ્‍થાને બીરાજમાન છે.

ભારત આજે લોન બોલ, બેડમિન્‍ટન મિક્‍સ ટીમ અને ટેબલ ટેનિસની પુરૂષ ટીમની ફાઇનલમાં ગોલ્‍ડ મેળવવાની આશા રાખશે. તો બીજી તરફ વેટલિફિં્‌ટગ સહિત અન્‍ય ઇવેન્‍ટમાં મેડલની સંભાવના છે. જેથી પરિસ્‍થિતિમાં વધુ સુધારો થઈ શકે.

(12:06 pm IST)