Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

'ભારતમાં ડ્રગ્સ મોકલવું અશકય છે' ડ્રગ માફિયાએ ઓડિયો કિલપમાં પાકિસ્તાની ડ્રગ પેડલર સમક્ષ હાથ ઉંચા કર્યા

ગુજરાત પોલીસ અને ખ્વ્લ્થી થરથર કાંપી રહ્યા છે પાકિસ્તાની ડ્રગ માફિયા : વાયરલ ઓડિયો કિલપમાં છતો થયો ભય : ગુજરાત એટીએસને ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતી હોવાનું ડ્રગ માફિયાએ તેના બોસને કહ્યું

નવી દિલ્હી તા. ૨ : ગુજરાત પોલીસ અને ખાસ કરીને એન્ટી-ટેરેરિસ્ટ સ્કવોડ (ખ્વ્લ્) દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા પેડલર્સ પર બાજનજર રાખી રહી છે અને અત્યારસુધીમાં મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓમાં હડકંપ મચ્યો છે, જે માફિયાના સભ્ય અને પાકિસ્તાની ડ્રગ પેડલર વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો કિલપ સૂચવે છે. 'ભારતમાં ડ્રગ્સ મોકલવું અશકય છે', ગુજરાત પોલીસને મળેલી કિલપમાં એક શખ્સ તેના બોસને કહેતો સંભળાયો હતો.

'જુઓ હશીમભાઈ, મેં કેટલાક લોકો સાથે મીટિંગ કરી હતી, પરંતુ કોઈ પણ ડ્રગ્સ લઈ જવા તૈયાર નથી. માત્ર ૧૯૦ માઈલ જ નહીં, ભારતીય સેના ૪૦૦ માઈલ અને આંતરરાષ્ટ્રીય સીમા સુધી પેટ્રોલિંગ કરી રહી છે. માલ (ડ્રગ્સ) સાથે સફર કરવી અશકય છે', તેમ શખ્સ ઓડિયો કિલપમાં ડ્રગ લોર્ડ હશીમને કહેતો સંભળાયો હતો. તેણે તેમ પણ કહ્યું હતું કે, જામનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઉતરવું અશકય છે. 'કોને પૈસા નથી જોઇતા ?' પૈસા નથી જોઈતા'?, પરંતુ સૌથી વધારે બહાદુર, ખલાસીઓ અને ડ્રગ્સ વેચતા લોકો પણ ડ્રગ્સ લઈ જવા માટે તૈયાર નથી. ભારતમાંથી (પોલીસ અને સુરક્ષા દળો) છટકી જવાની એક ટકાની પણ શકયતા નથી, તે તેમ કહેતો સંભળાયો હતો. ગુજરાત એટીએસને ડ્રગના કન્સાઈન્મેન્ટ અંગે બાતમી મળી જાય છે, તે સંદર્ભમાં વાત કરતાં શખ્સે કહ્યું હતું 'જો હેરોઈનથી ભરેલું જહાજ દરિયામાં હોય તો પણ પોલીસને તેની જાણ થઈ જશે'.

પોલીસના જણાવ્યા પ્રમાણે, નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (ફઝ્રભ્લ્) એકટ હેઠળ ૬૬૭ માફિયા મેમ્બર્સની ધરપકડ અને ૪૨૨ જેટલા કેસ નોંધાયા બાદ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓમાં ગુજરાત પોલીસ અને ખ્વ્લ્નો ડર વધી રહ્યો છે. તેમની પાસેથી ૫ હજાર કરોડ રૃપિયાની કિંમતનું ૨૫,૬૯૯ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે ૩૦ પાકિસ્તાની, ૧૭ ઈરાની, બે અફઘાની અને એક નાઈજિરિયન સામે ફઝ્રભ્લ્ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકલા ગુજરાત ખ્વ્લ્એ દેશના વિવિધ ભાગોમાં મધદરિયે ઓપરેશન અને દરોડા સહિત ઓછામાં ઓછા ૧૦ મોટા ઓપરેશન હાથ ધર્યા હતા.

(12:15 pm IST)