Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

'હર ઘર તિરંગા' : વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ડીપી બદલી દેશવાસીઓને પણ બદલવાની કરી અપીલ

ત્રિરંગા અભિયાનને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારે ફલેગ કોડના કેટલાક નિયમોમાં પણ કર્યા ફેરફાર

નવી દિલ્હી તા. ૨ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડીપી (ડિસ્પ્લે પિકચર્સ) બદલ્યા છે. તેણે પોતાના ડીપીની જગ્યાએ તિરંગાની તસવીર લગાવી છે. આ સાથે તેમણે દેશવાસીઓને પણ આવું કરવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ 'હર ઘર તિરંગા' અભિયાનને મજબૂત કરવા માટે પોતાનો ડીપી બદલ્યો છે. ફેસબુક પર ડીપી બદલતા પીએમ મોદીએ લખ્યું, 'આજે ૨ ઓગસ્ટનો દિવસ ખાસ છે. એવા સમયે જયારે આપણે સ્વતંત્રતાના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, આપણો દેશ 'હર ઘર તિરંગા' જેવા જન આંદોલન માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમે બધાને તે કરવા વિનંતી કરૃં છું.

૩૧ જુલાઈના રોજ પોતાના કાર્યક્રમ 'મન કી બાત'ના ૯૧મા એપિસોડમાં પીએમ મોદીએ લોકોને તેમની ડીપી બદલીને તિરંગાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, દેશવાસીઓને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ છે. ત્રિરંગો આપણને જોડે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. તેવી જ રીતે ૨ થી ૧૫ ઓગસ્ટ સુધી તમે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તિરંગો લગાવી શકો છો. આ દિવસ પિંગાલી વેંકૈયા નાયડુ સાથે પણ સંકળાયેલો છે, કારણ કે ૨ ઓગસ્ટે તેમની જન્મજયંતિ છે.

ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. એટલે કેન્દ્ર સરકાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સરકારે ૨૦ કરોડ લોકોના ઘર પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ત્રિરંગાના વેચાણને સક્ષમ કરવા માટે, ૧ ઓગસ્ટથી ૧.૬૦ લાખ પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે. આ સિવાય કાપડ મંત્રાલય ત્રિરંગો બનાવનાર અને તેના સપ્લાયરની પણ ઓળખ કરી રહ્યું છે. ત્રિરંગા અભિયાનને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકારે ફલેગ કોડના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. અગાઉની જેમ સૂર્યાસ્ત પછી તિરંગો ફરકાવી શકાતો નથી, પરંતુ આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ૨૪ કલાક ત્રિરંગો લહેરાવી શકાશે

(12:18 pm IST)