Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

એર ઇન્‍ડીયાના પાયલોટ નિવૃત્તિ પછી ૬પ વર્ષની ઉંમર સુધી પ્‍લેન ઉડાવી શકશે

કંપની નવી નીતી લાવી

નવી દિલ્‍હી, તા. રઃ  ટાટા સમુહની વિમાન કંપની એર ઇન્‍ડીયા પોતાના પાયલોટ માટે નવી નીતિ લાવી છે. જેમાં એર ઇન્‍ડીયાના પાયલોટ નિવૃત્તિ બાદ પણ ૬પ વર્ષની ઉંમર સુધી પ્‍લેન ઉડાવી શકશે. એર ઇન્‍ડીયા હાલ ર૦૦ થી વધુ વિમાનો ખરીદવા ઉપર વિચાર કરી રહી છે. જેમાં ૭૦ ટકા વિમાનો નેરો બોડીડ એરક્રાફટ હશે.

(3:14 pm IST)