Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દિલ્‍હી એરપોર્ટ પર ઇન્‍ડિગો પ્‍લેન નીચેથી પસાર થઇ કાર : ટક્કર થતા રહી ગઈ

કાર ઈન્‍ડિગો પ્‍લેનના નોઝ વ્‍હીલને થોડુંક જ ચૂકી ગઈ હતી

નવી દિલ્‍હી, તા.૨: દિલ્‍હી એરપોર્ટ પર આ એરક્રાફ્‌ટ આજે સવારે ઢાકા જવા માટે તૈયાર હતું ત્‍યારે ગો ફર્સ્‍ટ એરલાઇનની એક કાર તેની નીચે આવી ગઈ હતી અને ટક્કર થતા રહી ગઈ છે. ગો ફર્સ્‍ટ એરલાઇનની એક કાર આજે દિલ્‍હી એરપોર્ટ પર ઇન્‍ડિગો A320neo એરક્રાફ્‌ટની નીચે આવી ગઈ હતી, જે પ્‍લેનના નોઝ વ્‍હીલ સાથે અથડાવવાની હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના દિલ્‍હીના ઈન્‍દિરા ગાંધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર બની છે. ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અથવા ઝઞ્‍ઘ્‍ખ્‍ - નાગરિક ઉડ્ડયન સંસ્‍થા - આ ઘટનાની તપાસ કરશે તેમ અધિકારીઓએ જણાવ્‍યું છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે, કાર ઈન્‍ડિગો પ્‍લેનના નોઝ વ્‍હીલથી થોડીક ચૂકી ગઈ હતી અને વિમાનને કોઈ નુકસાન થયું ન હતું. તે દિલ્‍હી-પટના ફ્‌લાઈટ હતી.

 

(3:52 pm IST)