Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભારતીય સાયકલ સવાર મીનાક્ષી અકસ્માતમાં ઘાયલ

બર્મિંગહામાં કોમનવેલ્થ ગેમ્સમાં ભયાનક અકસ્માત : આ ભયાનક અકસ્માતમાં મીનાક્ષી સાઈકલ પરથી પડીને લપસી ગઈ હતી અને ટ્રેકના કિનારે પહોંચી ગઈ હતી

બર્મિંગહામ, તા.૨ : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ભારતીય ખેલાડી ઘાયલ થઈ છે.

 ભારતની સાઈકલ સવાર મીનાક્ષી રેસ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. તે ૧૦ કિમીની સ્ક્રેચ રનમાં ભાગ લઈ રહી હતી પરંતુ આ દરમિયાન તેનો અકસ્માત થયો હતો. એક હરિફની સાઈકલ તેના પરથી ચાલીને નીકળી ગઈ હતી. આ પહેલા રવિવારે પણ સાઈકલ રેસમાં અકસ્માત થયો હતો અને દર્શક પણ ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં મીનાક્ષી સાઈકલ પરથી પડીને લપસી ગઈ હતી અને ટ્રેકના કિનારે પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની બ્રાયોની બોથા પણ આ અકસ્માતની ઝપેટમાં આવી હતી. કારણ કે તેની સાઈકલ મીનાક્ષી ઉપર આવી ગઈ હતી. ત્યાર બાદ બોથા પરથી તેની સાઈકલ પડી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં જ તબીબો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને રાઈડરોને સ્પર્ધામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મીનાક્ષીને ત્યાંથી સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી.

(7:25 pm IST)