Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

યુ.એસ.માં પટેલ પ્રગતિ મંડળના પૂર્વ પ્રેસિડન્ટ શ્રી સુરેશભાઈ પટેલના પિતા શ્રી પ્રેમાભાઈ કીકાભાઈ પટેલનું નિધન : 25 જુલાઈ, 2022 સોમવારના રોજ છાપર ગામ (ગણદેવી) મુકામે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : પટેલ પ્રગતિ મંડળના સ્થાપક પ્રમુખ શ્રી વિરૂ પટેલ,તથા એક્ઝિક્યુટિવ કમિટીની શ્રધ્ધાંજલી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.ના પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે કે ઉંડા દુ:ખ અને શોક સાથે, અમે અમારા પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પ્રેમાભાઈ પટેલના પિતા શ્રી પ્રેમાભાઈ કીકાભાઈ પટેલ (છાપર ગામ) ના નિધનના સમાચાર પાઠવવા માંગીએ છીએ, 25 જુલાઈ, 2022 ને સોમવારના રોજ છાપર ગામ (ગણદેવી) મુકામે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.  

સ્વ.શ્રી પ્રેમાભાઈ કીકાભાઈ પટેલ (છાપર ગામ)ના લગ્ન  ભગડ ગામના સ્વ. વિજયાબેન પટેલ સાથે થયા હતા.અને તેમણે બે પુત્રો શ્રી સુરેશભાઈ, શ્રી પ્રકાશભાઈ અને છ દીકરીઓનો ઉછેર કર્યો હતો.

શ્રીમતી રમાબેનના લગ્ન શ્રી મુકુંદભાઈ સાથે થયા.શ્રીમતી દક્ષાબેનના લગ્ન શ્રી ઝવેરભાઈ સાથે ,શ્રીમતી સવિતાબેનના લગ્ન શ્રી પરેશભાઈ સાથે ,શ્રીમતી તારાબેનના લગ્ન શ્રી પ્રમોદભાઈ સાથે શ્રીમતી ઉષાબેનના લગ્ન શ્રી પંકજભાઈ સાથે,તથા શ્રીમતી અરુણાબેન (ટીનુબેન) ના લગ્ન શ્રી દિપકભાઈ સાથે થયા.

સ્વ.શ્રી પ્રેમાભાઈ કીકાભાઈ પટેલ એક પ્રતિષ્ઠિત શાળા શિક્ષક હતા અને 1988માં નિવૃત્ત થયા હતા. સુરેશભાઈના માતા સ્વ.વિજયાબેનનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું. બંને માતા-પિતા ઘણી વખત યુએસ ગયા હતા.

શ્રી સુરેશભાઈ, શ્રી પ્રકાશભાઈ અને બહેનો તેમના પિતાની અંતિમ વિધિ કરવા માટે ભારતમાં છે અને 08 ઓગસ્ટ, 2022 પછી પરત ફરશે.
 
અમે સદગતના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને
પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ તેવું પટેલ પ્રગતિ મંડળના સ્થાપક પ્રમુખ શ્રી વિરૂ પટેલ, તથા એક્ઝિક્યુટિવ કમિટીની યાદીમાં જણાવાયું છે.

(8:23 pm IST)