Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

યુદ્ધના એંધાણ : તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 21 લડાકુ વિમાનો ; નેન્સી પોલેસીના પ્રવાસથી ડ્રેગન બેબાકળું

ચીનની ધમકી વચ્ચે નેન્સી પોલેસી તાઈવાન પહોંચી: તાઈવાને દાવો કર્યો છે ચીનના 21 મિલિટ્રી એરક્રાફ્ટ અમારા એર ડિફેન્સમાં ઘૂસી ગયા

ચીને અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પોલેસીનું વિમાન હવામાં જ ઉડાવી દેશે તેવી ધમકી આપી હતી? ચીનની ધમકી વચ્ચે નેન્સી પોલેસી તાઈવાન પહોંચી વિશ્વના તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે ત્યાં બીજી બાજુ લાલચોળ થયેલા ચીને ધમકી આપતા કહ્યું કે, તાઈવાનની આસપાસ ટાર્ગેટેડ મિલિટરી ઓપરેશ કરશે જેના પગલે દુનિયા સામે વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે? આ સ્થિત વચ્ચે તાઈવાને દાવો કર્યો છે ચીનના 21 મિલિટ્રી એરક્રાફ્ટ અમારા એર ડિફેન્સમાં ઘૂસી ગયા છે. આ અંગે તાઈવાનના રક્ષામંત્રીએ જાણકારી આપી છે.

અમેરિકી બંધારણ મુજબ સ્પીકરએ ત્રીજા સૌથી મહત્વપૂર્ણ નેતા ગણાય છે. રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ અને પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ સ્પીકર છે. એ સ્પીકર તાઈવાન ગયા છે જેની સામે ચીનને વાંધો છે. અગાઉ ક્યારેય ન પડ્યો હોય એટલો લોકોને રસ SPAR19 કોડ ધરાવતા વિમાનના ટ્રેકિંગમાં પડ્યો છે. લોકો ઓનલાઈન આ વિમાનનું ટ્રેકિંગ કરી રહ્યા છે. આ વિમાનમાં જ સવાર થઈને પોલેસી તાઈવાન જઈ રહ્યા હોવાનું મનાય છે.

તાઈવાનએ ચીનની મુખ્યભૂમિથી થોડે દૂર આવેલો ટાપુ છે. તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે પણ ચીન તેને પોતાનો ભાગ માને છે. માટે ચીન વિરોધી કોઈ દેશના નેતા સીધા તાઈવાન આવે ત્યારે ચીનને વાંધો પડે છે.તાઈવાન પર ચીન ગમે ત્યારે આક્રમણ કરે એવો ભય સેવાઈ રહ્યો છે. તાઈવાનનું અર્થતંત્ર અને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત છે. એટલું ઓછું હોય એમ ચીનના ડરથી હવે તાઈવાનના સામાન્ય નાગરિકો હથિયાર ચલાવવાની તાલીમ લઈ રહ્યાં છે.

(12:52 am IST)