Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લડાખના ચુસુલ સેક્ટરમાં ભારત અને ચીનની ટેન્કો માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આમને-સામને : સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ : ફાયરિંગ રેંજની અંદર ભારતીય, ચીની ટેંકો ગોઠવાઈ

નવી દિલ્હી : લડાખના ચુસુલ સેક્ટરમાં ભારત અને ચીનની ટેન્કો માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આમને-સામને આવી ગયાના અહેવાલો મળે છે.

સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ. ઇન્ડિયા ટુડે ના અહેવાલો મુજબ પેંગોંગ ત્સો ખાતે ફાયરિંગ રેંજની અંદર ભારતીય, ચીની ટેંકો ગોઠવાઈ ગઈ છે. અહીં ભારતીય અને ચાઇનીઝ ટેન્કો એકબીજાથી ફાયરિંગ રેંજની અંદર ગોઠવાઈ ગઈ છે.

(12:00 am IST)