Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના વારંવાર રંગ બદલે છે : કઇ રીતે બનશે વેકસીન : ટેન્શનમાં નિષ્ણાંતો

એક રિસર્ચમાં કોરોના વાયરસના બદલતા સ્વભાવને જોવામાં આવ્યો : આ વાયરસ દરેક સ્થિતિને અનુરૂપ પોતાના સ્વરૂપને બદલે છે : અત્યાર સુધીમાં ૬ વખત તેણે સ્વભાવ બદલ્યો : વારંવાર બદલતા સ્વભાવથી વેકસીન બનાવનારા નિષ્ણાંતો સામે ઉભો થયો પડકાર

નવી દિલ્હી તા. ૨ : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ દરમિયાન સૌની નજર કોરોના વેકસીન પર કેન્દ્રીત થઇ છે. વેકસીન આવતા જ લોકોની જીંદગી ફરી પાટા પર દોડવા લાગશે પરંતુ એક નવા અભ્યાસ નિષ્ણાંતોએ આ વાયરસના બદલતા સ્વરૂપને નિહાળ્યું છે જે ઘણી ચિંતાનો વિષય છે. જો આ વાયરસ પોતાનો સ્વભાવ બદલતો રહે તો વેકસીનની અસરમાં પણ ઘરખમ ફેરફારો આવશે અને એવી પણ શકયતા છે કે વેકસીન પણ તેના સંક્રમણને રોકી ન શકે.

એક મેડીકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાયું છે કે, સાર્સ સીઓવી-૨ વાયરસ કે જે કોવિડ-૧૯નું કારણ બને છે. તેના સ્પાઇક પ્રોટીનમાં અનેક ફેરફાર થયા છે. આ જે પ્રોટીન છે જે વાયરસને માનવ કોષિકાઓમાં ઘુસવાની ક્ષમતા આપે છે. એકવાર જ્યારે તે શરીરમાં પ્રવેશ કરી લ્યે છે તો ત્યાં સંક્રમણ ફેલાવાનું શરૂ કરી દે છે તેનાથી મુશ્કેલી ઉભી થવા લાગે છે.

જર્નલ ઓફ લેબોરેટરી ફિઝીશ્યનના એક રિપોર્ટમાં ૧૩૨૫ જીનોમ, ૧૬૦૪ સ્પાઇક પ્રોટીન અને ૨૭૯ આંશીક સ્પાઇન પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત છે. આ તપાસ નમૂનાઓને પહેલી મે સુધી અમેરિકાની નેશનલ સેન્ટર ફોર બાયો ટેકનોલોજી ઇન્ફરમેશનમાં રાખવામાં આવેલ ત્યાં રિસર્ચ થયો હતો.

અભ્યાસના વડા લેખક ડો. શરમનસિંહે કહ્યું છે કે, મને સ્પાઇક પ્રોટીનમાં ૧૨ મ્યુટેશન મળ્યા જેમાંથી ૬ નોવેલ મ્યુટેશન હતા. ભારતીય સ્ટ્રેન વાયરસના સંક્રમણમાં પણ આનુવાંશીક પરિવર્તન જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે નથી જાણતા કે આ રોગના વિશાણુને કઇ રીતે પ્રભાવિત કરશે.

નિષ્ણાંતોએ કહ્યું છે કે, અમેરિકાથી સાર્સ સીઓવી૨ના જીનોમથી કાઢવામાં આવેલા સ્પાઇક પ્રોટીનમાં વધુમાં વધુ આનુવાંશીક જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વાયરસ અલગ અલગ વાતાવરણમાં સંપર્કમાં આવવા પર પોતાની આનુવાંશીક સર રચનાને બદલવા કે બદલવા માટે ઓળખવામાં આવે છે પરંતુ આ મામલામાં પરિવર્તન ઝડપથી થઇ રહ્યું છે. અમે માનતા નથી કે બીમારી ફેલાવા પર કેવી રીતે અસર નાખશે.

અભ્યાસમાં કહેવાયું છે કે નાના ગાળાની અંદર વાયરસના સ્વભાવમાં ફેરફાર થઇ રહ્યો છે જે રસી વિકસીત કરવાના કાર્યમાં પડકાર ઉભો કરી શકે છે. મ્યુટેશન એક મોટુ કારણ હોય શકે છે જે તમારા શરીરમાં એન્ટી બોડી બનવા જ ન દયે એજ દર્શાવે છે કે મ્યુટેશનથી સંક્રમિત દર્દીઓમાં ઘણુ ઓછું કે શૂન્ય એન્ટીબોડી હશે.

(11:01 am IST)