Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મંદી-બેકારી-દુષ્કાળ કે પછી ભૂખમરો?

૨૦૧૯માં રોજ ૩૮૧ લોકોએ કરી આત્મહત્યા

એનસીઆરબીનો રીપોર્ટઃ દર ૧૦૦માંથી ૭૦.૨ ટકા પુરૂષ અને ૨૯.૮ ટકા મહિલાઓએ આપઘાત કર્યોઃ ૩૨.૪% કેસમાં પારિવારિક વિવાદ

નવી દિલ્હી, તા.૨: રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯માં દરરોજ સરેરાશ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી. આ રીતે આખા વર્ષમાં કુલ ૧,૩૯,૧૨૩ લોકોએ પોતાનો જીવ લઈ લીધો. ફઘ્ય્ગ્ના આંકડાઓ અનુસાર, ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં આત્મહત્યાના મામલામાં ૩.૪%ની વૃદ્ઘિ થઈ છે. ગયા વર્ષે જયાં ૧,૩૯,૧૨૩ લોકોએ આત્મહત્યા કરી હતી, તો ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬ લોકોએ અને ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭ લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનાના ૪૯.૫ ટકા કેસ માત્ર પાંચ રાજયમાં, ૫૦.૫ ટકા કેસ ૨૪ રાજય અને ૭ કેન્દ્રશાસિત પ્રદશોમાં સામે આવ્યા છે.

ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનો દર ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાનો વધારો નોંધાયો છે. શહેરોમાં આત્મહત્યાનો દર ૧૩.૯ ટકા રહ્યો, બીજી તરફ સમગ્ર દેશમાં આત્મહત્યાનો દર ૧૦.૪ થી ઘણો વધારે છે. ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, જયારે ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬ આત્મહત્યા નોંધવામાં આવી હતી. આત્મહત્યાનો દર (એક લાખની વસ્તી પર)માં પણ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાની વૃદ્ઘિ નોંધાઈ છે.

રાજય/ આત્મહત્યા/કુલ કેસની ટકાવારી જોઇએ તો મહારાષ્ટ્ર/ ૧૮,૯૧૬/૧૩.૬%, તમિલનાડુ/ ૧૩,૪૯૩/ ૯.૭%પ, બંગાળ/ ૧૨,૬૬૫/ ૯.૧%, મધ્ય પ્રદેશ/ ૧૨,૪૫૭/ ૯.૦%, કર્ણાટક/ ૧૧,૨૮૮/ ૮.૧% રહી,

૧૦૦ લોકોમાં ૭૦.૨% પુરુષ અને ૨૯.૮% મહિલાઓ

NCRBના ડેટા મુજબ, ૧૦૦ લોકોમાં ૭૦.૨% પુરુષ અને ૨૯.૮% મહિલાઓએ આત્મહત્યા કરી. ફાંસીથી ૫૩.૬ ટકા, ઝેર ખાઈને ૨૫.૮ ટકા, ડૂબવાથી ૫.૨ ટકા અને આત્મદાહ કરીને ૩.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી.

NCRBના ડેટા મુજબ, તેમાંથી આત્મહત્યાના ૩૨.૪% કેસો પાછળ પારિવારિક વિવાદ કારણ હતા. ૫.૫% આત્મહત્યાની પાછળ લગ્ન અને ૧૭.૧% આત્મહત્યા પાછળ બીમારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

(11:03 am IST)