Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જેલમુકત થયા બાદ ડો. કફીલે કહ્યું- ઉત્તર પ્રદેશના રાજા કરી રહ્યા છે બાળહઠ

અલાહાબાદ હાઈકોર્ટના આદેશના ૧૨ કલાક બાદ ડો. કફીલ ખાનને મથુરા જેલથી રાત્રે ૧૨ વાગ્યે મુકત કરવામાં આવ્યા

લખનઉ/મથુરા/અલીગઢ,તા.૨: અલાહાબાદ હાઈકોર્ટના આદેશના લગભગ ૧૨ કલાક બાદ ડડોકટર કફીલ ખાનને અંતે મથુરા જેલથી મંગળવાર રાત્રે મુકત કરવામાં આવ્યા ડો. કફીલ ખાનના વકીલ ઈરફાન ગાજીએ જણાવ્યું કે મથુરા જેલ પ્રશાસને રાત્રે લગભગ ૧૧ વાગ્યે તેમને એ સૂચના આપી કે ડો. કફીલ ખાનને મુકત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ રાત્રે લગભગ ૧૨ વાગ્યે તેમને મુકત કરવામાં આવ્યા. જેલમુકત થયા બાદ ડો. કફીલ ખાને વાતચીતમાં કોર્ટ તરફ આભાર વ્યકત કર્યો. સાથોસાથ કહ્યું કે તેઓ એ તમામ શુભચિંતકોના પણ હંમેશા આભારી રહેશે જેઓએ તેમની મુકિત માટે અવાજ ઉઠાવ્યો.

ડો. કફીલ ખાને કહ્યું કે, પ્રશાસન તેમને હજુ પણ મુકત કરવા તૈયાર નહોતું, પરંતુ લોકોની દુઆના કારણે જે તેઓ છૂટ્યા છે. પરંતુ આશંકા છે કે સરકાર તેમને ફરી કોઈ મામલામાં ફસાવી શકે છે. ડો. કફીલ ખાને કહ્યું કે હવે તેઓ બિહાર અને આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પીડિત લોકોની મદદ કરવા માંગશે.

તેઓએ કહ્યું કે, રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ કહ્યું હતું કે રાજાને રાજધર્મ નિભાવવો જોઈએ, પરંતુ ઉત્ત્।ર પ્રદેશમાં રાજા રાજ ધર્મ નથી નિભાવી રહ્યા, પરંતુ તેઓ બાળહઠ કરી રહ્યા છે. ડો. કફીલ ખાન વધુમાં કહ્યું કે, ગોરખપુર મેડિકલ કડોલેજમાં થયેલા ઓકિસજન કાંડ બાદથી જ સરકાર તેમની પાછળ પડી છે અને તેમના પરિવારને પણ ઘણું સહન કરવું પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપમાં જેલમાં કેદ ડો. કફીલ ખાનને અલાહાબાદ હાઈકોર્ટ માંથી મોટી રાહત આપી હતી. કોર્ટે તેમની પર લાગેલા NSAને ખોટો ગણાવતાં તેને હટાવી દીધો હતો. સાથોસાથ કોર્ટે કહ્યું છે કે ડો. કફીલ ખાનને જેલમાં પૂરવું ખોટું ઠેરવ્યું. તેની સાથે જ ડો. કફીલને તાત્કાલિક મુકત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

૧૧ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને ડોકટર કફીલ ખાનની માતાની અરજી પર ૧૫ દિવસમાં ચુકાદો આપવા માટે કહ્યું હતું. ડો. કફીલ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો દરમિયાન ઉશ્કેરીજનક નિવેદનો આપવાના આરોપમાં NSA હેઠળ જેલમાં કેદ છે. તેમની ઉપર ત્રણ વાર NSA લંબાવવામાં આવ્યો છે.

આ પહેલા ડો. કફીલની પત્નીએ ટ્વિટર પર પોતાના પતિની મુકિતને લઈ ૪ ઓગસ્ટે એક કેમ્પેન પણ શરૂ કર્યું હતું, જેને લોકો તરફથી બહોળું સમર્થન મળ્યું હતું. ડો. કફીલની પત્ની ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ડો. કફીલના સમર્થનમાં અરજ કરી ચૂકી છે. તેમને કથિત રીતે CAAના વિરોધની વચ્ચે ૧૩ ડિસેમ્બર ૨૦૧૯નારોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક ઉશ્કેરીજનક ભાષણ માટે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.

(11:06 am IST)