Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વૈજ્ઞાનિકોમાં આશાનું કિરણ

કોઈપણ દવા વગર માણસના શરીરમાં સંપૂર્ણ પણે ખતમ થયો HIV

માણસની ઈમ્યૂન સિસ્ટમે જ આ વાયરસને સંપૂર્ણ પણે ખતમ કરી દીધો છેઃ હવે આ HIV દર્દી એકદમ સાજો થઈ ગયો છે

નવી દિલ્હી,તા.૨: દુનિયામાં પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈ સારવાર વગર જ HIV ઠીક થયો હોય. માણસની ઈમ્યૂન સિસ્ટમે  જ આ વાયરસને  સંપૂર્ણ પણે ખતમ કરી દીધો છે. હવે આ HIV  દર્દી એક દમ સાજો થઈ ગયો છે. આ મામલાથી આખી દુનિયાના વૈજ્ઞાનિકો હેરાન છે અને એચઆઈવીની સારવાર માટે મહત્વની કડી પણ માની રહ્યા છે.

 ૨૬ ઓગસ્ટે સાયન્સ મેગેજીન નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ દર્દીના શરીરમાં HIV ના સક્રિય વાયરસ નથી. આનો મતલબ એ થાય છે કે HIV થી સંક્રમિત થયો અને જાતેજ ઠીક થયો છે. જયારથી આ કેસ સામે આવ્યો છે ત્યારથી ડોકટરોએ શરીરમાં હાજર ૧.૫ બિલિયન એટલે કે ૧૫૦ કરોડ કોશિકાઓની તપાસ કરી છે. આ દર્દીને EC2 નામ આપ્યું છે

ઉલ્લેખનીય છે કે HIV  આ પહેલા બે વખત લોકોના શરીરમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ સાજા થઈ ચૂકયા છે. ત્યારબાદ પણ શરીરમાં HIV વાયરસ શરીરમાં ખૂબ જ ઝડપથી ઓછો થયો હતો. અને પરત ફર્યો ન હતો. બહારની કોઈ મદદ વગર જ શરીરની ઈમ્યૂન સિસ્ટમ આપ મેળે HIV સામે લડીને તેને નષ્ટ કરી દે એવું પહેલીવાર બન્યું છે.

 એક બીજા માણસની પણ તપાસ કરવામાં આવી હતી. જેને EC1 નામ આપવમાં આવ્યું છે. આના શરીરની ૧૦૦ કરોડ કોશિકાઓની તપાસ કરવામાં આવી હતી. આના શરીરમાંથી માત્ર એક સક્રિય વાયરસ મળ્યો હતો. જોકે તે પણ જેનિટિકલી નિષ્ક્રિય છે. આ બંનેના શરીરની જેનિટિકસ એવું છે જેના કારણે શરીરમાં ણ્ત્સ્દ્ગક સક્રિયતાને ખતમ કરી દે છે.

 આટલી તપાસ બાદ વૈજ્ઞાનિકોએ આ બંનેને એલીટ કંટ્રોલર્સ નામ આપ્યું છે. એલીટ કંટ્રોલર્સનો મતલબ છે કે જે લોકોના શરીરમાં HIV છે. પરંતુ સંપૂર્ણ પણે નિષ્ક્રિય એટલે કે એટલી ઓછી માત્રામાં છે જેનાથી દવા વગર પણ સાજા કરી શકે છે. આ લોકોના શરીરમાં HIV ના લક્ષણો અથવા તેનાથી થયેલા નુકસાનથી પણ દેખાયા નથી.

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં HIV ઉપર શોધ કરનાર સત્યા દાંડેકર કહ્યું કે આ કેટલાક મહિનાઓ કે વર્ષોની વાત દેખાતી નથી. આ ખૂબ જ ઝડપથી વિકસિત થનારી ઈમ્યૂન સિસ્ટમ માલૂમ પડે છે. દુનિયાના ૩.૫૦ કરોડ લોકો HIVથી સંક્રમિત છે. જેમાં ૯૯.૫૦ ટકા દર્દીઓ છે જેમને રોજ એન્ટીરેટ્રોવાયરલ દવા એટલે કે HIV ની દવા લેવી પડે છે. દવા વગર આ બીમારી ઉપર નિયંત્રણ લેવું લગભગ અસંભવ છે.

 સત્યા પ્રમાણે અત્યાર સુધી કોઈપણ વૈજ્ઞાનિકે એલિસ્ટ કંટ્રોલર્સની ઈમ્યૂન સિસ્ટમ અને HIV વચ્ચે થનારા સંઘર્ષનું રેકોર્ડિંગ કર્યું હોય અથવા તો તેનો રિપોર્ટ તૈયાર કર્યો હોય એવું બન્યું નથી. આપણે બધાએ માણસના શરીરની પ્રતિરોધક પ્રણાલી એટલે કે ઈમ્યૂન સિસ્ટમના HIV  ઉપર થનારા હુમલા ઉપર ધ્યાન આપ્યું નથી. એટલા માટે એલીટ કંટ્રોલ જાહેર કરવામાં આવે છે. જે અત્યાર સુધી ણ્ત્સ્દ્ગચ હરાવી ચૂકયા હોય.   વૈજ્ઞાનિકો એ પણ માની રહ્યા છે કે આ બંને માણસોના શરીરમાં HIV ના નબળો વાયરસ હોય. વૈજ્ઞાનિકોએ ૬૪ એલીટ કંટ્રોલર્સના શરીર ઉપર HIV  સંક્રમણનું અધ્યયન કર્યું છે. આમાંથી ૪૧ લોકો એવા હતા જે એટીરેટ્રોવાયરલ દવા લઈ રહ્યા હતા. પરંતુ દર્દી EC2એ આવી કોઈ દવા લીધી ન હતી. તેના શરીરમાં HIV સંપૂર્ણ પણે નિષ્ક્રીય થયો હતો.

(11:13 am IST)