Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પાક.ની નાલાયકી :સાત માસમાં 2952 વખત યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન: છેલ્લા એક દાયકામાં 40 ગણા હુમલા વધ્યા

દરરોજ સરેરાશ 13-14 વખત સીઝફાયરનું ઉલ્લંઘન:આરટીઆઇમાં ગૃહમંત્રાલયે આપી માહિતી

નવી દિલ્હી : પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. જેમાં ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનાની વાત કરીએ તો પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે વર્ષ  2010 કરતાં 40 ગણા હુમલા પાકિસ્તાને વધારી દીધા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આઈબી અને એલઓસી પર સરેરાશ નવ યુદ્ધવિરામ ભંગ થયા છે

દરરોજ સરેરાશ 13-14 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ 8 જવાનો અને 15 નાગરિકોએ જાન ગુમાવ્યા છે. 100 થી વધુ ઘાયલ થયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ રમણ શર્માએ આરટીઆઈ દ્વારા એકત્રિત કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનના ડેટા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી હતી.

વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2019 માં સીઝફાયરના ભંગમાં લગભગ 50 ગણો વધારો થયો છે. વર્ષ 2010 માં, પાકિસ્તાની સૈન્યે માત્ર 70 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈન્ય અને નાગરિક મથકો પર નિશાન સાધ્યું હતું. બે નાગરિકોનાં મોત અને પાંચ સુરક્ષા જવાનોનો ભોગ લેવામાં આવ્યો હતો. તે જ સમયે, 2019 માં, પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સરહદ પર 3479 વખત ગોળીબાર કર્યો હતો, જેમાં 18 નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને 19 સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા

(11:29 am IST)