Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સરકારી હોસ્પિટલની સારવાર પર પૂર્ણ વિશ્વાસ : અનુભવ વર્ણવતા સાંસદ અભયભાઇ

રાજકોટ,તા.૨: સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ અને રાજકિય વગ ધરાવતા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા બાબતે ખચકાતા હોય છે પરંતુ આ વાતને ખોટી સાબિત કરીને કોરોનાને મહાત આપી રહ્યા છે રાજયસભાના સાંસદ અને જાણીતા વકિલ શ્રી અભયભાઈ ભારદ્વાજ.

રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા શ્રી ભારદ્વાજ જણાવે છે કે, ગત્ત્। રોજ કોરોના પોઝીટીવ આવતા મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ હતી. તેમની પ્રેરણાથી મેં સિવીલ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો. જયારથી અહીંયા આવ્યો છું અને જોયુ કે તમામ દર્દીઓ સાથે એકદમ સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. જો કોઈ વ્યકિતને કોરોના પોઝીટીવ આવે તો તેણે સારવાર માટે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ. રાજય સરકાર દ્વારા ઉત્ત્।મોત્ત્।મ સારવાર આપવામાં આવી રહી હોવાનું શ્રી ભારદ્વાજે ઉમેર્યું હતું.

વધુમાં સાંસદ શ્રી અભયભાઈ એ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા એક સુચારૂ ટીમવર્કના કારણે જ શકય બની છે. અહિં કામ કરતી તમામ વ્યકિત નાનામાં નાની બાબતે સજાગ છે અને ચિવટતાપૂર્વક કામકરી રહી છે. આવીશ્રેષ્ઠ વ્યવસ્થા સરકારી તંત્ર સિવાય સંભવિત બની શકે નહી માટે કોરોનાની સારવાર સરકારી હોસ્પિઠટલમાં જલેવી જોઈએ. કોરોનાના દર્દીને ઘણીવાર કોરોનાની સાથે સાથે અન્ય બિમારીઓ પણ હોય છે જેનું ધ્યાન રાખીનેપણ આ ડોકટરો સુયોગ્ય સારવાર કરે છે.

આ તકે સાંસદશ્રી ઉપરાંત અન્ય લોકોની સારવાર કરતા અને આસિસ્ટન્ટ પ્રોફેસર મેડીસીન ડો. મેઘાવી ભપ્પલ જણાવે છે કે, હું રાજકોટ મેડીકલ કોલેજમાં દસ વર્ષથી ફરજ બજાવું છું. રાજયસભાના સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અંશભાઈ ભારદ્ઘાજ અહીં સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બે દિવસથી તેમને શરદી, ગળામાં તકલીફ, માથાનો દુખાવો જેવી તકલીફ હતી. ત્યાર બાદ તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર નો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવતા તેઓ અહીં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ સિવિલ ખાતે સાનુકૂળ વાતાવરણ વચ્ચે સાંસદશ્રીની પરીસ્થિતિ સ્થિર જણાઈ રહી છે, તેઓ ખુબ જ ઝડપથી રિકવરી કરી રહ્યા છે.

(11:38 am IST)