Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોવિડ સેન્ટરના ૯૦૦ ડોકટરોએ આપ્યા રાજીનામા : ૪ર હજાર પગારના બદલે ર૭ હજાર ચુકવ્યા !

પગારમાંથી ટીડીએસ અને અન્ય ટેક્ષ પણ કાપી લેવામાં આવ્યા

નવી દિલ્હી, તા. ર :  કોરોના મહામારી દરમ્યાન કેરળમાં કોવિડ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ સેન્ટર્સમાં નિયુકત અંદાજે ૯૦૦ ડોકટરોએ તેમના પગારમાં કાપના લીધે રાજીનામું આપી દીધું છે. આ ડોકટર તે ૧૦૮૦ એમ બીબીબીએસ ગ્રેજયુએટસમાંથી છે જે આ વર્ષે સરકારી મેડીકલ કોલેજથી પાસ થયા હતા અને અસ્થાયી રીતે કોવિડ-૧૯ ડયુટી માટે નિયુકત કરવામાં આવ્યા હતા જાણવા મળી રહ્યું છે કે તેના માટે તેમને ૪ર હજાર પ્રતિ મહિનાનો પગાર નકકી થયો હતો પરંતુ તેમાં કાપ મુકવામાં આવ્યો અને ડોકટરોને ર૭,૦૦૦ ની ચુકવણી કરવામાં આવી.

કેરળ જુનિયર ડોકટર્સ એસોસિએશન ર૦ર૦-ર૧ના અધ્યક્ષ ડોકટર ઉસ્માન હુસૈને જણાવ્યું કે સેલેરીમાંથી ૮૪૦૦ રૂપિયા સરકારી પગાર આપવામાં આવી રહેલા પડકારના નામ પર કાપી લેવામાં આવ્યા અને ટીડી એસ તેમજ અન્ય ટેક્ષ પર કાપવામાં આવ્યો તેઓએ કહ્યું કે હવેે઼ અમને દર મહિને ફકત ર૭ હજારની ચુકવણી કરવામાં આવી રહી છે. એસોસિએશનના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને આ મામલે તત્કાલ હસ્તક્ષેપની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં કોવિડ-૧૯ના ૧૧૪૦ નવા કેસો આવવાથી કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૭૬,પર૪ એ પહોંચી છે સ્વાસ્થ્યમંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું કે ર,૧૧૧ લોકોને રજા મળવાની સાથે કુલ પ૩,૬પ૩ લોકો સ્વસ્થ થયા છે. હાલમાં રાજયમાં રર,પ૧ર દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણના નવા કેસમાં ર૦ સ્વાસ્થ્ય કર્મીઓ સામેલ છે.

(11:40 am IST)