Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૨૬મીએ યુનોને સંબોધન કરશે નરેન્દ્રભાઈ : ૨૫ મીએ ઈમરાન ખાન અને ૨૨મીએ ટ્રમ્પ અને શી જીનપીંગ સંબોધન કરશે

૨૬ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુનોના અધિવેશનને સંબોધન કરશે : આ વર્ષે કોરોના સંકટને લીધે યુનોનું અધિવેશન વર્ચ્યુઅલી (ઈન્ટરનેટ ઉપર) યોજાશે : અનેક દેશોના વડાઓ ભાગ લેશે : આ અધિવેશનને બ્રાઝીલ, ચીન અને અમેરીકાના પ્રમુખો ૨૨ સપ્ટેમ્બરે કરશે સંબોધન જયારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ૨૫ સપ્ટેમ્બરે યુનોને સંબોધન કરશે : નરેન્દ્રભાઈ તે પછી ૨૬ સપ્ટેમ્બરે યુનોને સંબોધન કરશે : એ વાત જાણીતી છે કે ભારતે સતત સંયુકત રાષ્ટ્ર સંઘમાં બદલાવની માગણી કરી છે : નરેન્દ્રભાઈએ સંખ્યાબંધ વખત કહ્યુ છે કે દુનિયા બદલાઈ ગઈ છે ત્યારે યુનોએ પણ બદલાવુ પડશે : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટેની ભારત સતત માંગણી કરી રહેલ છે : આ વખતે ચીન અને પાકિસ્તાન સાથે સરહદ ઉપર ભારતનો તનાવ સતત ચાલુ છે ત્યારે તમામની નજર નરેન્દ્રભાઈ પોતાના સંબોધનમાં આ વિષયોને કેવી રીતે ઉઠાવે છે તેના ઉપર નજર મંડાયેલી છે

 

(11:51 am IST)