Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગોવાના મુખ્યમંત્રી ડો.પ્રમોદ સાવંતને પણ કોરોનાઃ ટ્વીટ કરી જાણકારી આપી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓના આંકડા ૪૦ લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે હવે કોરોનાના સંક્રમણમાં વીવીઆઈપીઓ પણ આવી રહ્યા છે. ત્યારે હવે ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત પણ કોરોના સંક્રમિત આવ્યા છે. તેઓ એસિમ્પટોમેટિક છે અને હાલ હોમ કોરન્ટાઇન છે. તેમણે સંપર્કમાં આવેલ તમામ લોકોને હોમ કોરન્ટાઇન રહેવાની સલાહ આપી છે.

ગોવાના મુખ્યમંત્રી મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યું હતું, 'હું સૂચિત કરવા માંગુ છું કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું, હું એસિમ્પટોમેટિક છું એટલે હોમ આઇસોલેશનમાં છું, હું ઘરેથી જ મારી ફરજો બજાવતો રહીશ. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓને જરૂરી સાવધાની રાખવા સલાહ આપવામાં આવે છે.

(2:58 pm IST)