Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ચીનમાં સુરત અને મુંબઈના હીરાના વેપારીઓની અટકાયત : ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ

ચીનના સેન્ઝેન, પાન્યુ અને ગોંગઝાઇ પ્રાંતમાં એન્ટી સ્મગલિંગ બ્યુરોના દરોડા

ચીનમાં હીરાની દાણચોરી મામલે ચીનની એજન્સીએ રેડ પાડી છે. એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દરોડા કરવામાં આવી છે. જેમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ છે. 

ચીનના સેન્ઝેન, પાન્યુ અને ગોંગઝાઇ પ્રાંતમાં રેડ પાડવામાં આવી હતી. 200થી વધુ ટ્રેડિંગની ઓફિસો પર દરોડા પડાયા હતા. ભારતીય, ચીની અને ઇઝરાયેલી વેપારીઓની અટકાયત કરાઈ છે. 200 જેટલા હીરાના વેપારીઓની આ મામલે અટકાયત થઈ છે. હોંગકોંગથી ચીનમાં હીરા લઇ ગયા બાદ હિસાબો જ રજૂ ન કરાતા આ પગલા લેવાયા છે. 

(12:24 pm IST)