Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ નહીં યોજવા પર વિપક્ષ લાલધૂમ:કહ્યું-આ લોકશાહીની હત્યા

પ્રશ્નકાળ સંસદની સૌથી મોટી તાકાત છે. : સરકાર સંસદને એક નોટિસ બોર્ડ જેમ બનાવા ઇચ્છે છે

નવી દિલ્હી : કોરોના કાળમાં યોજાનારા સંસદના સત્રમાં પ્રશ્નકાળ સામેલ કરાયો નથી,જેને લઇને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવાઈ રહ્યા છે,કોંગ્રેસના સાંસદ શશિ થરૂરથી લઇને TMCના નેતાઓને સરકારને આ મામલે ઘેરી છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે આ મામલે ટ્વિટ કરી કહ્યું કે મને ચાર મહિના પહેલા કહેવામાં આવ્યું હતું કે મજબૂત નેતા મહામારીને લોકશાહીને ખત્મ કરવાને લઇને ઉપયોગ કરી શકે છે. સંસદ સત્રનું નોટિફિકેશન એ બતાવી રહ્યું છે કે આ વખતે પ્રશ્નકાળ નહી યોજવામાં આવે. અમને સુરક્ષિત રાખવાના નામ પર આ કેટલું સાચું છે?

કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદીય લોકશાહીમાં સરકારને સવાલ પુછવું એક ઓક્સિજનની જેમ હોય છે. પરંતુ સરકાર સંસદને એક નોટિસ બોર્ડ જેમ બનાવા ઇચ્છે છે અને પોતાની બહુમતને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છે. જે રીતે જવાબદારી નક્કી કરવામાં આવી રહી હતી તે પણ દૂર કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ આ મામલે ટ્વિટ કર્યું અને લક્યું કે આવું કેવી રીતે થઇ શકે છે? સ્પીકરને અપીલ છે કે તેઓ આ નિર્ણયને બીજી વખત લખે. પ્રશ્નકાળ સંસદની સૌથી મોટી તાકાત છે.

શશિ થરૂર સિવાય TMCના રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સાંસદની ફરજ છે કે તેનો વિરોધ કરે. કારણ કે આ જ મંચ છે કે તમે સરકારને સવાલ પુછી શકો છો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સામાન્ય સત્ર છે, કોઇ વિશેષ સત્ર નથી જેમાં આ રીતે નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. એનો મતલબ એ છે કે તમારી પાસે કોઇપણ સવાલનો જવાબ નથી.

(12:58 pm IST)