Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોંગ્રેસ બાદ ટીએમસીએ પણ ફેસબુક પર લગાવ્યો પક્ષપાતનો આરોપ : માર્ક ઝુકરબર્ગને લખ્યો પત્ર

ફેસબુક ભાજપ પક્ષે કામ કરી રહ્યાંનો આરોપ : હેઈટ સ્પીચનો વિવાદ વધ્યો

નવી દિલ્હી : ફેસબુસ હેઈટ સ્પીચનો વિવાદ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ પછી હવે બંગાળની તૃણમૂલ કોંગ્રેસે (TMC) ફેસબુકના ચેરમેન માર્ક ઝુકરબર્ગને ચિઠ્ઠી લખી છે. TMC નો આરોપ છે કે ફેસબુક ભાજપનાં પક્ષે કામ કરી રહ્યુ છે. TMC તરફથી 28 ઓગસ્ટના રોજ આ ચિઠ્ઠી લખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય મિડીયાના અમુક અહેવાલોમાં જણાવવામાં આવ્યુ હતુ કે ફેસબુક ઈન્ડિયાનાં પોલિસી મેકર અંખી દાસે ઘણી બધી બાબતોમાં ભારતીય જનતા પાર્ટીને છૂટ આપી છે. હેઈટ સ્પીચને લઈને ભાજપી નેતાઓ પર કોઈ એક્શન લેવામાં આવી રહી નથી. જેના કારણે જ કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને ચિઠ્ઠીમાં ભાજપનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો.

(2:19 pm IST)