Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મધ્ય પ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારી હત્યા: પત્ની અને પુત્રી ઘાયલ

ઈન્દોર નજીક ઉમરી ખેડામાં ફાયરિંગ : બચાવવા આવેલ પત્ની અને પુત્રીને ઇજા

મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો બીજી બાજુ આરોપીઓએ રમેશ સાહુની પત્ની અને પુત્રીને ઈજા પહોંચાડી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયા. જે બાદ પોલીસ આ કેસમાં આરોપીની શોધ કરી રહી છે.

ઈન્દોર નજીક ઉમરી ખેડામાં મધ્ય પ્રદેશ શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રમેશ સાહુ ઉમરી ખેડામાં સાંઈરામ ધાબા ચલાવતા હતા. રમેશ સાહુને અજાણ્યા શખ્શોએ ગોળી મારીને હત્યા કરી હતી. દરમિયાન આરોપીઓએ બચાવ આવેલ પત્ની અને પુત્રીને પણ ઈજા પહોંચાડી છે. જેમાં માતા-પુત્રી ઘાયલ થયા છે.

જો કે ઘટના સ્થળેથી કોઈ માલ કે પૈસાની ચોરી થઈ નથી. આરોપીઓએ માત્ર હત્યાની ઘટનાને જ અંજામ આપ્યો છે. જેના કારણે પોલીસ આ ઘટના પાછળ જૂની દુશ્મનાવટની અપેક્ષા રાખી રહી છે. બનાવ બાદ રમેશ સાહુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

(2:27 pm IST)