Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

બીડન જીતશે તો અમેરિકામાં 'ક્રાંતિ' આવી જશેઃ ટ્રમ્પનો ટોણો

અમેરિકાના કેનોશામાં ગોળી ચલાવનારના કિશોરને રાષ્ટ્રપતિની માફી : ફેસબુકે પોતાની ભુલ માની બીડનની પોસ્ટ ઉપરથી પ્રતિબંધ હટાવ્યો

વોશીંગ્ટનઃ અમેરિકાના વિસ્કોન્સિન રાજયના કેનોશા શહેરમાં પ્રદર્શન કરી રહેલ લોકો ઉપર ગોળી ચલાવવાના ૧૭ વર્ષીય આરોપી કાઇલનું રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમર્થન કર્યુ છે.

ટ્રમ્પે જણાવેલ કે જો કાઇલ એવું ન કરત તો હિંસક ટોળુ તેને મારી નાખત. કાઇસ બાળક છે અને તે ડરી ગયેલ. જયારે ટ્રમ્પે ડેમોકેટ ઉમેદવાર જો બીડન ઉપર પણ હુમલો કરતા જણાવેલ કે રાષ્ટ્રપતિ  ચૂંટણીમાં બીડન જીત્યા તો અમેરિકામાં 'ક્રાંતી' આવી જશે. ટ્રમ્પે બીડનને કઠપુતળી ગણાવેલ.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેસે  ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇને મજબુત વ્યકિતત્વના ધની ગણાવેલ. તેમણે ટ્રમ્પ અને મોદીને બંને દેશો વચ્ચેના ધ્વીપક્ષીય સંબંધોને વધુ ઊંડા કરવાનો શ્રેય આપેલ. જયારે બીડને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાના નિધન અંગે શોક વ્યકત કરેલ.

ફેસબુકે બીડન સમર્થીત પોસ્ટ ઉપર લગાવેલ પ્રતિબંધ હટાવી દીધો છે. કંપનીએ જણાવેલ કે તે ભુલથી થયેલ. કંપનીએ ડેમોક્રેટીક પોલીટીકલ એકશન કમીટી પ્રાયોરીટીઝ યુએસએની તરફથી પ્રસ્તુત બીડનના સમર્થનમાં આવેલ જાહેરાતોને બ્લોક કરેલ. કંપનીને લાગેલ કે આ વીડીયો તેમની નીતિઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

પોર્ટલેન્ડના મેયર ટેડ વ્હીલરે ટ્રમ્પ ઉપર નિશાન સાધતા જણાવેલ કે ટ્રમ્પ અહીંયા ઝેરીલો માહોલ બનાવે છે. ટ્રમ્પે ધૃણા અને વિભાજન ઉભુ કર્યુ છે. આધુનિક ઈતિહાસમાં ટ્રમ્પ અમેરિકનોને બાંટવામાં અન્ય વ્યકિત કરતા વધુ કોશીશ કરી છે.

(2:59 pm IST)