Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સગીરાનું અપહરણ અને બળાત્કાર કરનાર શિક્ષકને ૧૪ વર્ષની સખત કેદની સજા

ગુરૂ અને શિષ્યના સંબંધને છિન્નભિન્ન

સીકર,તા. ૨:  પોકસોના ખાસ જજ ડોકટર સીમા અગ્રવાલે પોતાની થી અડધી ઉંમર સગીર વિદ્યાર્થીનીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર શિક્ષકને ૧૪ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આરોપી અવિશકુમારઉર્ફે અવિનાશ હરિયાણાના રેવાડી જીલ્લાના બાસ બિરોડીનો રહેવાસી છે.

ન્યાયાધીશો ચુકાદામાં કહ્યું છે કે સમાજમાં આ પ્રકારના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. શિક્ષક સમાજનો નિર્માતા, માર્ગદર્શક અને શિલ્પકાર ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકનો પિતાનો દરજ્જો આપીને તેને ઇશ્વર સમાન ગણાવામાં આવે છે. ત્યારે પોતાનાથી અર્ધી ઉંમરની સગીર બાળા સાથે કરાયેલ આ અપરાધ જનમાનસને વિચલીત કરનારો છે. આવા ગુનેગાર કોઇ પણ પ્રકારની સહાનુભૂતિ અથવા રહેમને પાત્ર ન ગણી શકાય. આરોપીનું કૃત્ય ગંભીર અપરાધની શ્રેણી આવે છે. એટલે તેને યોગ્ય દંડ આપવો જરૂરી છે.

ગુરૂ શિષ્યાના સંબંધને છીન્ન ભિન્ન કરતા આ બનાવમાં શિક્ષકે વિદ્યાર્થીનીને ફસાવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. અવિશ એક શાળામાં ભૂગોળનો શિક્ષક હતો. પેપર પુરૂ થયા પછી તેની કોપી ન આપી તે બાળા સાથે છેડછાડ કરવા લાગ્યો હતોે. તે વિદ્યાર્થીની પર મોબાઇલ દ્વારા વાતચીત કરવા અને દોસ્તી બનાવવાનું દબાણ કરતો હતો. શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરેથી ઘરેણા લઇને ભાગવા માટે મજબૂર કરી દીધી હતી.

(3:00 pm IST)