Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૩૦ વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયા આર્થિક મંદીમાં સપડાયુ

કોરોનાએ ઓસ્ટ્રેલિયાની કેડ ભાંગી નાખી : અર્થવ્યવસ્થાનો પારો નીચે ગગડયો

સિડની તા. ૨ : વિશ્વની સૌથી સ્થિર અર્થવ્યવસ્થાઓમાંથી એક ઓસ્ટ્રેલિયાઇ અર્થવ્યવસ્થા કોરોના મહામારીમાં ધ્વંસ્ત થતી જોવા મળી રહી છે. ઓછામાં ઓછા છેલ્લા ત્રીસ વર્ષોમાં એવું કયારેય થયું નથી કે ઓસ્ટ્રેલિયાઇ અર્થવ્યવસ્થામાં આટલા મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હોય અને તે સત્તાવાર રીતે આર્થિક મંદીની ઝપેટમાં આવ્યું હોય. જુન મહીનાની તિમાહી આંકડોના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાઇ અર્થવ્યવસ્થામાં ૭ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન સ્ટેટિસ્ટીકસ બ્યુરોના જણાવ્યા મુજબ માર્ચ તીમાહીમાં અર્થવ્યવસ્થા ૦.૩ ટકા ઘડામ થઇ હતી પરંતુ ત્યારબાદ વૈશ્વિક પરિદૃશ્ય બદલાવાથી અને દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિઓને કારણે જુન તિમાહીમાં સ્થિતિ ખરાબ થઇ છે. આ દરમિયાન દેશમાં પ્રાઇવેટ ક્ષેત્રની અર્થવ્યવસ્થા ધડામ થઇ ગઇ છે.

ઓસ્ટ્રેલિયન સ્ટેટિસ્ટિકલ બ્યુરો નેશનલ એકાઉન્ટસ હેડ મિચેલ સ્મેડ્સે તેની પાછળ વૈશ્વિક મહામારી અને તેની સાથે જોડાયેલી નીતિઓને જવાબદાર ગણાવ્યા છે. તેઓએ કહ્યું કે, તે ૧૯૫૯ સાથે શરૂ થયેલી દેશની અવ્યવસ્થામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે જે એક તિમાહીમાં ૭ ટકા ઓછો થયો છે.

એબીએસીના રીપોર્ટના જણાવ્યા મુજબ પ્રાઇવેટ ક્ષેત્રમાં ૧૭.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે જે ટ્રાન્સપોર્ટ સેવા, હોટલ, કેફે અને રેસ્ટોરન્સ સાથે જોડાયેલી છે. વર્ષ ૧૯૭૪માં પણ ઓસ્ટ્રેલિયાઇ અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી પરંતુ આ વખતે ત્રણ ગણાથી વધુ ઘટાડો નોંધાયો.

(3:36 pm IST)