Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સોનૂ સુદ કાશીના ૩પ૦ નાવિકોની મદદ કરશે

હવે કોઇ ભુખ્યું નહીં સુવે : સોનૂ સુદ : સોનૂ ૩પ૦ નાવિકો અને તેના પરિવાર માટે કરિયાણાની સગવડ કરીને ખુબ જલદી વારાણસી પહોંચાડવાનો છે

મુંબઈ,તા.૨: વારાણસીમાં લોકડાઉન અને પૂરને કારણે ૩૫૦ નાવિકો ભુખમારાની કગાર પર આવી ગયા હતાં. જેમની વ્હારે સોનૂ સૂદ આવ્યો છે. ટ્વિટર પર જ્યારે વારાણસીનાં સામાજિક કાર્યકર્તા દિવ્યાંશુએ મદદની ગુહાર લગાવી તો સોનૂ સૂદે તેમને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. અભિનેતા સોનૂ સૂદે ૩૫૦ નાવિકો અને તેમનાં પરિવાર માટે કરિયાણાનો ઇન્તેજામ કરીને વારાણસી મોકલાવશે.  આ જાણકારી તેણે પોતે ટ્વિટર પર શેર કરી છે. સોનૂ સૂદે લખ્યું છે કે, આજ બાદ આ ૩૫૦ પરિવારનાં કોઇપણ સભ્ય ભુખ્યા નહીં સુવે. દિવ્યાંશુએ જણાવ્યું હતું કે, સોનૂની ટીમ તરફથી તેમને ફોન પણ આવી ગયો હતો જેમાં નાવિકોનાં પરિવારની લિસ્ટ માંગવામાં આવી છે. દિવ્યાંશુએ જણાવ્યું કે, અમારા લોકો દ્વારા આ નાવિકોને થોડા દિવસ પહેલાં કરિયાણું આપવામાં આવ્યું હતું. પણ કામ કાજ સંપૂર્ણ બંધ હોવાને કારણે નાવિકોને પૈસાની ખુબ તંગી સર્જાઇ ગઇ છે. આ તમામ તસવીરો સોનૂ સૂદ દ્વારા તેનાં ટ્વિટર પેજ પર શેર કરવામાં આવી છે.

(3:36 pm IST)