Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

શું સીઝફાયર આવો હોય ?

નાગરીક વિસ્તારો પર બોમ્બનો વરસાદ, ખેતરોમાં ફુટયા વગરના બોમ્બ પડતા હોય છેઃ સીઝફાયરને ૧૭ વર્ષ પૂર્ણ

અર્નિયા (જમ્મુ) તા. ર : શું સીઝફાયર ખરેખર આવો હોય ? નાગરીકોને નિશાન બનાવીને કરાતો મોર્ટાર અને તોપમારો નાની તોપોમાંથી થતો ગોળાઓનો વરસાદ છોડવામાં આવતા કેટલાય તોપગોળાઓ જયારે ફુટે છે ત્યારે કેટલાય માસુમોનો જીવ લઇ લે છે તો કેટલાય અપંગ અને લાચાર બની જાય છે. જે ગોળાઓ નથી ફુટતા તે શેરીઓમાં અને ખેતરોમાં જીવતા મોત બનીને રહે છે. આ સ્થિતિમાં એવી આશા રાખવાનું કહેવાય છે કે સરહદો પરના સીઝફાયરને ૧૭ વર્ષ પુરા થશે.

એલઓસી નજીકના વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ ૬૦ વર્ષો સુધી આની સાથે જીવવાનું શીખી લીધું હીરાનગરનો નરેશ જે થોડા દિવસ પહેલા થયેલ તોપમારામાં પોતાના પરિવારના એક સભ્યને ગુમાવી ચુકયો છે તેણે કહ્યું કે જો આને સીઝફાયર કહેવાતું હોય તો આપણે તેની જરૂર નથી આનાથી તો યુદ્ધ સારૂ જેમાં એકવારમાં ફેંસલો તો થઇ જાય જેથી અમને પણ ખબર પડે કે અમારે જીવતું રહેવાનુ છે કે મરી જવાનું છે. હવે અમે આ રોજે રોજે થોડુ થોડુ મરવાથી કંટાળી ગયા છીએ.

૧૯૮ કીલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કીલોમીટર લાંબી એલઓસી નજીકના વિસ્તારોમાં રહેતા ૩ર લાખ લોકો દિવસ -રાત બસ એકજ પ્રાર્થના કરતા હોય છે કે સીઝફાયરનું આજે ઉલ્લંઘન ન થાય.

(3:37 pm IST)