Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

૬-૬ પેઢીથી ચાલતી પારસી પેઢી બંધ થશે

મેકડોલ ગંજ (હિમાચલ પ્રદેશ) ની ૧૬૦ વર્ષ જૂની 'નવરોજજી એન્ડ સન જનરલ મર્ચન્ટસ' નામનો જનરલ સ્ટોર્સ તેના માલિકોએ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ૧૮૬૦ માં શરૂ થયેલ આ દુકાન પારસી પરિવારની ૬ઠી પેઢી ચલાવતી હતી. નફો નહિ થતો હોઇ બંધ કરવાનો નિર્ણય લીધો  છે. સ્થાનીક લોકો તેને 'હેરીટેજ પ્રોપર્ટી' બનાવવા માંગ કરી રહ્યા છે.

(4:03 pm IST)