Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મધ્યપ્રદેશઃ શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને કરાઈ હત્યા, પત્ની અને પુત્રી ઘાયલ

ભોપાલ, તા.૨: મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો બીજી બાજુ આરોપીઓએ રમેશ સાહુની પત્ની અને પુત્રીને ઈજા પહોંચાડી છે. દ્યટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયા. જે બાદ પોલીસ આ કેસમાં આરોપીની શોધ કરી રહી છે.

ઈન્દોર નજીક ઉમરી ખેડામાં મધ્ય પ્રદેશ શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રમેશ સાહુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રમેશ સાહુ ઉમરી ખેડામાં સાંઈરામ ધાબા ચલાવતા હતા. રમેશ સાહુને અજાણ્યા ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. દરમિયાન આરોપીઓએ બચાવ આવેલ પત્ની અને પુત્રીને પણ ઈજા પહોંચાડી છે. જેમાં માતા-પુત્રી દ્યાયલ થયા છે. જો કે દ્યટના સ્થળેથી કોઈ માલ કે પૈસાની ચોરી થઈ નથી. આરોપીઓએ માત્ર  હત્યાની દ્યટનાને જ અંજામ આપ્યો છે. જેના કારણે પોલીસ આ દ્યટના પાછળ જૂની દુશ્મનાવટની અપેક્ષા રાખી રહી છે. બનાવ બાદ રમેશ સાહુના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

(4:07 pm IST)