Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હવે જમ્મુ-કાશ્મીરમાં હિન્દી રાજ્યની સત્તાવાર ભાષા :કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજભાષા બિલને મંજૂરી

ઉર્દૂ, કશ્મરી, ડોંગરા, હિંદી અને અંગ્રેજી રાજ્યની સત્તાવાર ભાષા હશે

નવી દિલ્હી :સરકારની કેબિનેટની મળેલ બેઠકમાં કર્મયોગી યોજનાને સરકારે મંજુરી આપી દીધી છે. જમ્મુ કાશ્મીર માટે રાજભાષા બીલ લાવવાની પણ મંજુરી આપી દેવામાં આવી છે.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેબિનેટે સંસદમાં જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક-2020ને લવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જેમાં ઉર્દૂ, કશ્મરી, ડોંગરા, હિંદી અને અંગ્રેજી રાજ્યની સત્તાવાર ભાષા હશે, આ નિર્ણય સામાન્ય લોકોની માંગ પર કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, કેબિનેટે મિશન કર્મયોગીને પણ મંજુરી આપી છે. સિવિલ સર્વિસિઝ માટે બનાવવામાં આવેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો મોટો ઉદ્દેશ્ય છે. લોકસેવકોની ભરતી બાદ તેમાં રિફોર્મ લાવવાની મોટી યોજના છે

(5:41 pm IST)