Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

PM Cares ફંડમાં માત્ર 5 જ દિવસમાં 3,076 કરોડ ક્યાંથી આવ્યા ?ચિદમ્બરમે પૂછ્યું- નામ જાહેર કરતા કેમ ડરો છો?

ધરેલુ અને વિદેશી દાતાની માહિતી દર્શાવી નહીં: NGO કે ટ્રસ્ટે 1 લાખથી વધુ આપનારાના નામ જાહેર કરવા પડે

નવી દિલ્હીઃ કોરોના સંકટનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડમાં માત્ર 5 દિવસમાં અધ્ધ. 3,076 કરોડ રુપિયાની રકમ જમા થયા હતા આ અંગે પૂર્વ નાણામંત્રી પી, ચિદમ્બરમે સવાલ કર્યો કે પીએમ આના ડોનર્સના નામ જાહેર કરતા કેમ ડરો છો?

સરકારે જારી કરેલા ઓડિટ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, વર્ષ 2020ના સ્ટેટમેન્ટ મુજબ 27થી 31 માર્ચ દરમિયાન સૌથી વધુ ફંડ આવ્યું. આ ગાળામાં 3,076 કરોડ રુપિયાનું દાન મળ્યું. તેમાંથી 3,075.85 કરોડ રુપિયા ઘરેલુ અને સ્વૈચ્છિક છે. જ્યારે 39.67 લાખ રુપિયા વિદેશમાંથી યોગદાન છે. આ ફંડની શરૂઆત 2.25 લાખ રુપિયાથી કરાઇ હતી. આ ફંડમાં આશરે 35 લાખની આવક વ્યાજથી પણ થઇ છે.

નોટ 1થી લઇ 6 સુધી માહિતી જાહેર ન કરાઇપીએમ કેર્સ ફંડની વેબસાઇટ પર ઓડિટ સ્ટેટમેન્ટ શેર કરવામાં આવ્યુ છે. પરંતુ તેની નોટ 1થી 6 સુધીની માહિતી જાહેર કરાઇ નથી. તેનો મતલબ એ થયો કે સરકારે ધરેલુ અને વિદેશી દાતાની વિગતો દર્શાવી નહીં. જેથી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટ્વીટ કરી સવાલ ઊઠાવ્યો છે કે,” આ ડોનર્સની માહિતી કેમ જાહેર કરાઇ નથી. દરેક NGO કે ટ્રસ્ટ એક મર્યાદાથી વધુ દાન કરનારા દાતાના નામ જાહેર કરવા બંધાયેલા છે. આ જવાબદારીમાંથી PM CARES FUNDને છૂટ કેમ આપવામાં આવી છે? દાન મેળવાનારા જાહેર છે. દાન મેળવનારા ટ્રસ્ટી જાહેર છે તો આ ટ્રસ્ટી દાતાઓના નામ જાહેર કરવાથી ડરે છે કેમ?

નોંધનીય છે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પ્રાઇમ મિનિસ્ટર સીટિઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ ((PM CARES Fund)ની શરુઆત કરાઇ હતી. જેમાં કોઇ પણ દાતા કોરોના મહામારી સામે લડવા સરકારને ગમે તેટલી રકમ કરી શકતા હતા.

નાણાંમંત્રી પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદીએ કરેલા એક જૂના નિવેદનને ટ્વિટ કર્યું અને સરકાર પર નિશાન સાધ્યું છે.

પી. ચિદમ્બરમે લખ્યું છે કે, “હું વડાપ્રધાનને એ જ વાત કરવા ઇચ્છું છું, જે આ નિવેદનમાં કરવામાં આવી છે.પૂર્વ મંત્રીએ વડાપ્રધાન મોદીના 2013ના એક ટ્વિટને સ્ક્રીનશૉટ સાથે રિટ્વિટ કર્યું છે. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.

મોદી 2013માં જ્યારે ગુજરાતના સીએમ હતા. ત્યારે તેમણે તાત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમને સંબંધીને ટ્વીટ કરી હતી. જે આ મુજબ છે….

અર્થવ્યવસ્થા સંકટમાં, યુવાઓને નોકરી જોઇએ. એવામાં રાજનીતિ નહીં પરંતુ અર્થવ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપો. ચિદમ્બરમ જી, મહેરબાની કરીને પોતાના કામ પર ફોકસ કરો.

 

(7:04 pm IST)