Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રામમંદિરનો નકશો પાસ, ટ્રસ્ટની મિટિંગમાં નિર્ણય

બોર્ડની બેઠકમાં સર્વસંમતી

અયોધ્યા, તા. ૨ : અયોધ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બુધવારે મળેલી બેઠકમાં રામમંદિરનો નકશો સર્વસંમતિથી પાસ થઈ ગયો છે. બેઠકમાં ૨૭૪૧૧૦ વર્ગ મીટર ઓપન વિસ્તારનો નક્શો અને લગભગ ૧૩૦૦૦ વર્ગ મીટર કવર્ડ વિસ્તારમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. અયોધ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં અધ્યક્ષ કમિશનર એમ પી અગ્રવાલ, ઉપાધ્યક્ષ ડો. નીરજ શુક્લા અને બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી નકશાને પાસ કરી દેવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરનો નક્શો બોર્ડ ઓથોરિટી સમક્ષ રજૂ કર્યો હતો.

મંદિર વિકસાવવા પાછળ લાગવાના ખર્ચા ઉપરાંત મેઈન્ટેનેન્સ ડ્યૂટી સુપરવિઝન તેમજ લેબર સેસ પણ ટ્રસ્ટને ચૂકવવો પડશે. લગભગ પાંચ કરોડ રૂપ્યા મંદિર વિકાસના ખર્ચા તેમજ અન્ય ખર્ચાઓમાં વપરાશે તેવી આશા છે. જોકે, હાલમાં હજી આ બધા ખર્ચાઓની ગણતરી કરવામાં આવી રહી છે.

(9:32 pm IST)