Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચિને ભારતના ઉધ્યોગકારો પર તડાપીટ બોલાવી : ૧૦૦ હીરાના ઉધ્યોગકારોની ધરપકડ કરાઇ

જોકે પુછપરછ બાદ ભારતીય વેપારી ઓને મુક્ત કર્યા એન્ટી સ્મગલિંગ બ્યૂરોનાની કાર્યવાહી હોંગકોંગ થી ચાઇના પાર્સલ અંગે તપાસ કરી એક દંપતીની ધરપકડ કરી છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજનના પ્રમુખ દિનેશ નાવડિયા આપેલી માહિતી

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદને પગલે એક બીજા પર આયત નીકાસ પર નિયત્રણો લધ્યા ચાઇનીસ એપ પર ભારતે કરેલ પ્રતિબંધ જેવા પગલાને કારણે ચીનમાં હીરા ઉધ્યોગકારો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમા ભરત સહિત બીજ દેશના મળી ૧૦૦ ઉધ્યોગ કરોની ધરપકડ પણ કર્યાનું જાણવા મળેલ છે.

જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજનના પ્રમુખ દિનેશ નાવડિયા (Dinesh navadia)નું કહેવું છે કે દસ ઓગસ્ટના રોજ ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા એક ચીની દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પાર્સલ હોંગકોંગથી ચાઇના માં પાર્સલ કરતા હતા આ પાર્સલમાં ભારતીય કરન્સી પ્રમાણે કરોડો રૂપિયાના ડાયમંડ હતા જેને ટેક્સ વગર ચીનમાં પહોંચાડવામાં આવતા હતા.

એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દંપતીની પૂછપરછના બાદ તેમને જવા દેવામાં તો આવ્યા હતા પરંતુ તેમના પર સતત નજર રાખવામાં આવી રહી હતી 20 દિવસથી વધુની તપાસ બાદ ચીનની એજન્સીઓ દ્વારા ભારતના એક વેપારી સહિત ચીન અને હોંગકોંગના સો જેટલા વેપારી અને કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી તમામ લોકોની પૂછપરછ બાદ ભારતીય વેપારીને તો છોડી દેવામાં આવ્યા હતા પરંતુ ચીનના વેપારીઓને હજુ મુક્ત કરવામાં આવ્યા નથી.

દિનેશ નાવડિયાનું કહેવું છે હોંગકોંગ એ ફ્રી ટ્રેડ ઝોન (Free trade zone) છે, ભારતથી જે પણ હીરા મોકલવામાં આવે છે, તેનો ઇનવોઇઝ નંબર હોય છે, જેથી ભારતીય વેપારી કે ઉદ્યોગકાર સીધી રીતે કોઈ ખોટા કામમાં પકડાઈ શકે તેમ નથી, સાથે જ હોંગકોંગથી ચીનમાં જે હીરા મોકલવામાં આવ્યા છે, તે ચીનના વેપારીઓએ મોકલ્યા છે, જેથી જવાબદારી પણ ત્યાં વેપારીઓની બનતી હોય છે. અત્યારે આખું કૌભાંડ 500 મિલિયન ડોલરનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ ખબર પડશે કે આંકડો ક્યાં સુધી પહોંચે છે.

ચીનની ભારત સામેની ચાલ
વેપારીઓમાં એવી ચર્ચા ચાલે છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ (Border dispute) ચાલી રહ્યો છે જેમાં ભારત દ્વારા ચીનની આર્થિક ફટકો પહોંચાડવા માટે દોઢસોથી વધુ ચાઈનીઝ એપ ને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે જેના કારણે ચીનને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે જેનો જવાબ આપવા માટે કદાચ ચીન ભારતના હીરાઉદ્યોગને નિશાન બનાવવા માંગતો હોય તેઓ બની શકે છે જોકે અત્યાર સુધી ભારતના એક જ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચીન આગામી દિવસોમાં આ પ્રકરણમાં ભારતના વેપારીઓને નિશાન બનાવશે તો તેની સીધી અસર ભારત અને ખાસ કરીને સુરત અને મુંબઇના હીરાઉદ્યોગની થઈ શકે છે.

(10:55 pm IST)