Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણની અટકાયત: સ્ટૂડિયો સંચાલકને ધમકી આપવાનો આરોપ

રાજકોટ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : અટકાયત બાદ જમીન પર મુક્ત કરાયા

 

રાજકોટ : ભજનથી સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર હેમંત ચૌહાણની રાજકોટની ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. ત્યારબાદ તેમને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા.

હેમંત ચૌહાણ દ્વારા શિવ સ્ટૂડીયો સંચાલકને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા હેમંત ચૌહાણની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. ક્લિપ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક ભાવિનભાઈ ખખ્ખરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગાયક કલાકાર હેમંત ચૌહાણ વિરુદ્ધ અરજી કરી હતી. અરજીના આધારે પોલીસે હેમંત ચૌહાણની અટકાયત કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં હેમંત ચૌહાણ દ્વારા શિવ સ્ટૂડિયોના સંચાલક ભાવિન ખખ્ખરને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલાનો ઓડિયો પણ વાઇરલ થયો હતો. જેને લઇને સ્ટૂડિયો સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

અરજીના આધારે રાજકોટ પોલીસ દ્વારા હેમંત ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હેમંત ચૌહાણની અટકાયતના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

(1:16 am IST)