Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં આવેલા એક નગરનું નામ છે " સ્વસ્તિક " : આ નામ બદલવાની માંગણી નામંજૂર કરવા બદલ નગરજનો તથા કાઉન્સિલનો આભાર માનતું હિન્દૂ સંગઠન ગ્રુપ : સ્વસ્તિક શબ્દને હિટલરની નાઝી પાર્ટી સાથે કંઈ લેવાદેવા નથી : આ શબ્દ પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલો હોવાની રજુઆત માન્ય રહી

ન્યુયોર્ક : ન્યુયોર્કમાં આવેલા નગર સ્વસ્તિક નું નામ બદલવાની માંગણી અમુક પ્રવાસીઓ દ્વારા થઇ હતી . પ્રવાસ ,પર્યટન માટે સુવિખ્યાત આ નગરનું નામ જર્મનીના હિટલર ના પ્રતીક સ્વસ્તિક સાથે જોડાયેલું હોવાની દલીલ કરવામાં આવી હતી. આથી આ નામનો વિરોધ અમુક પ્રવાસીઓ દ્વારા થતો હતો. જેથી નામ બદલવાનો પ્રસ્તાવ કાઉન્સિલ સમક્ષ મુકાયો હતો.પરંતુ હિંદુઓ ,તથા બૌધ્ધ ધર્મીઓ , જૈનો ,તેમજ હિન્દૂ શાસ્ત્રો મુજબ આ સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ શુભ ભાવના થાય છે.તેથી આ નામને હિટલર સાથે જોડવાને બદલે હિન્દૂ સંસ્કૃતિ સાથે કાયમરાખવાની  માંગણી સાથે સ્થાનિક રહેવાસીઓ તથા કાઉન્સિલરોએ સહીઓ કરી આપી હતી.પરિણામે સ્વસ્તિક નામ યથાવત રાખવામાં આવ્યું હતું .જે બદલ કોલીશન ઓફ હિન્દુઝ ઈન નોર્થ અમેરિકાએ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ન્યુયોર્કની સ્કૂલોમાં સ્વસ્તિક શબ્દ હેટ ક્રાઇમ તરીકે શીખવાતો હતો જેની સામે જુલાઈ માસમાં હિન્દૂ કોલીશન દ્વારા ન્યુયોર્ક લો મેકર્સને સાચી સમજણ આપવાનો પ્રયાસ કરાયો હતો.તથા તેના સમર્થનમાં 8500 સહીઓ મેળવાઈ હતી.જે મુજબ આ શબ્દને હિટલરની નાઝી પાર્ટી સાથે કોઈ નિસબત નથી આ શબ્દ હજારો વર્ષથી હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલો હોવાનું સમજાવાયું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:58 pm IST)