Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જાગ્યા ત્યાંથી સવાર :હવે વિદેશથી આવતા યાત્રીઓનો એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ થશે

દિલ્હી એરપોર્ટ વિદેશથી આવતા યાત્રીઓને આ સુવિધા આપનાર દેશનું પ્રથમ એરપોર્ટ બન્યું

નવી દિલ્હી : કોરોના વાયરસને  ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ દિશાનિર્દેશો અનુસાર દિલ્હી એરપોર્ટ ઉપર વિદેશથી આવનારા યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી ઇન્ટરનેશનલએ રપોર્ટ લિમિટેડ પ્રમાણે દિલ્હી એરપોર્ટ ઉપર જ કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. દિલ્હી એરપોર્ટ વિદેશથી આવતા યાત્રીઓને આ સુવિધા આપનાર દેશનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. વિદેશથી આવતા યાત્રીઓ માટે કોરોના ટેસ્ટની વ્યવસ્થા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ટર્મિનલ 3ની પાછળ બનેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં કરવામાં આવી છે.

આ વ્યવસ્થા દેશની બહારથી આવતા લોકો માટે કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે બહારથી આવતા યાત્રીઓના કોરોના ટેસ્ટ માટે રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી છે. દિલ્હી એરપોર્ટ ઉપર વિદેશથી આવતા યાત્રીઓ પાંચ હજાર રુપિયામાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. આ ખર્ચમાં વપેઇટિંગ રુમનું ભાડુ પણ સામેલ છે, કારણ કે રિપોર્ટ આવવામાં 6 કે 7 કલાક જેટલો સમય લાગે છે. ત્યાં સુધી યાત્રીઓને વેઇટિંગ રુમની અંદર રાહ જોવાની રહેશે.

(8:29 am IST)