Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અર્થતંત્રની ગાડી પાટે ચડી : રાહતલક્ષી ૪ સમાચાર

જીએસટી કલેકશન ૪ ટકા વધી રૂ. ૯૫,૪૮૦ કરોડઃ ઔદ્યોગિક ગતિવિધિઓમાં તેજીઃ વિજળી વપરાશમાં વધારો : બેરોજગારી દર વધ્યો : મેન્યુ. PMI ૯ વર્ષના શિખરે

નવી દિલ્હી,તા.૨: ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાના સંક્રમણની શરૂઆત થઈ હતી. સ્થિતિને કાબુમાં કરવા માટે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. તેનાથી દેશભરમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થી હતી. દ્યણા ઉદ્યોગ તો હજુ સુધી સંપૂર્ણ રીતે બંધ છે. પરંતુ આ વચ્ચે સરકાર માટે એક સાથે દ્યણા સારા સમાચાર આવ્યા છે.

હકીકતમાં કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓકટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે.

વીજળીના વપરાસમાં વધારાથી અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત મળે છે અને સપ્ટેમ્બર મહિનામાં વીજળીના વપરાશમાં સારો વધારો નોંધાયો છે. દેશનો કુલ વીજળી વપરાશ સપ્ટેમ્બરમાં ૫.૬ ટકા વધઈને ૧૧૩.૫૪ અબજ યૂનિટ્સ રહ્યો. તેની પહેલા છ મહિના સુધી સતત વીજળીના વપરાશમાં ઘટાડો નોંધાયો હતો.

વીજળીના વપરાશમાં વધારાનો અર્થ છે કે કોરોના મહામારી વચ્ચે ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓમાં તેજી આવી છે. વીજળી મંત્રાલયના આંકડા પ્રમાણે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ૧૦૭.૫૨ અબજ યૂનિટ્સ વીજળીનો વપરાશ થયો હતો. વીજળી વપરાશમાં એપ્રિલમાં ૨૩.૨ ટકા, મેમાં ૧૪.૯ ટકા, જૂનમાં ૧૦.૯ ટકા, જુલાઈમાં ૩.૭ ટકા અને ઓગસ્ટમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો હતો.

સરકારનો ખજાનો ધીરે-ધીરે ભરાવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશનમાં મોટો વધારો થયો છે. નાણા મંત્રાલય તરફથી જારી આંકડા પ્રમામે સપ્ટેમ્બરમાં માલ તથા સેવા કર (જીએસટી) કલેકશન ૯૫૪૮૦ કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા વર્ષે સપ્ટેમ્બરના મુકાબલે ૪ ટકા વધુ છે. સપ્ટેમ્બર ૨૦૧૯જ્રાક્ન કુલ જીએસટી કલેકશન ૯૧,૯૧૬ કરોડ રૂપિયા રહ્યું હતું.

આ સિવાય પાછલા મહિને એટલે કે ઓગસ્ટના મુકાબલે પણ જીએસટી કલેકશનમાં વધારો થયો છે. ઓગસ્ટમાં જીએસટી કલેકશન ૮૬૪૪૯ કરોડ રૂપિયા રહ્યું હતું. જુલાઈમાં આ કલેકશન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા રહ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૦જ્રાક્ન નિયમિત નિકાલ બાદ કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા મેળવેલ કુલ આવક સીજીએસટી માટે ૩૯૦૦૧ કરોડ રૂપિયા અને એસજીએસટી માટે ૪૦૧૨૮ કરોડ રૂપિયા છે.

આ સિવાય કોરોના સંકટ વચ્ચે સપ્ટેમ્બરમાં મેન્યુફેકચરિંગના મોર્ચા પર સારા સમાચાર આવ્યા છે. PMIના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેકચરિંગ ગતિવિધિઓ સાડા આઠ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. દેશમાં મેન્ચુફેકચરિંગ (વિનિર્માણ ક્ષેત્ર)ની ગતિવિધિઓમાં સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને સુધાર થયો છે.

આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેકચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેકસ (પીએમઆઈ) સપ્ટેમ્બરમાં વધીને ૫૬.૮ પર પહોંચી ગયો. ઓગસ્ટમાં તે ૫૨ પર હતો. પીએમઆઈ ૫૦દ્મક ઉપર હોવાનો મતલબ છે કે મેન્યુફેકચરિંગ ગતિવિધિઓ વધી રહી છે અને ૫૦દ્મક ઓછાનો મતલબ છે કે તેમાં ઘટાડો છે. જાન્યુઆરી ૨૦૧૨ બાદ આ પીએમઆઈનું સૌથી ઉચ્ચ સ્તર છે.

રોજગારના મોર્ચા પર પણ સપ્ટેમ્બરમાં સ્થિતિ સુધરી છે, જેથી અર્થવ્યવસ્થાને બળ મળશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં રાષ્ટ્રીય સ્તર પર બેરોજગારીનો દર દ્યટીને ૬.૭ ટકા પર આવી ગયો છે. ઓગસ્ટ મહિનામાં ૮.૩ ટકા નોંધાયો હતો. તે પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેરોજગારી દર ૬.૭ ટકા આવવાને અર્થવ્યવસ્થામાં સુધારના સંકેતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા પ્રમાણે ૨૯ સપ્ટેમ્બરે દેશના શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર ૮.૫ ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી દર ૫.૮ ટકા નોંધાયો છે. શહેરી ક્ષેત્રમાં બેરોજગારીની સ્થિતિમાં સુધાર થયો છે, પરંતુ હજુ તે સંકટપૂર્ણ સ્થિતિમાં છે.

(11:15 am IST)