Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મદદ કરનારાઓ માટે સારા સમાચાર

હવે અકસ્માત સમયે કોઈની મદદ કરતા અચકાતા નહીં

પોલીસ અધિકારી દૂર્ઘટના પછી ઘટનાસ્થળ પર મદદ કરનારા લોકોનું નામ, સરનામું, ઓળખ, ફોન નંબર અથવા બીજી કોઇ વિગત આપવા માટે મજબૂર કરી શકશે નહીં

નવી દિલ્હી,તા.૨ : કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં વિકિટમ્સની મદદ કરનારાઓને કાયદાકીય મુશ્કેલીઓથી છૂટકારો આપવા માટે નવા નિયમો જાહેર કરી દીધા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તરથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ હોસ્પિટલ અથવા પોલીસ અધિકારી દૂર્ઘટના પછી ઘટનાસ્થળ પર મદદ કરનારા લોકોનું નામ, સરનામું, ઓળખ, ફોન નંબર અથવા બીજી કોઇ વિગત આપવા માટે મજબૂર કરી શકશે નહીં. સરળ ભાષામાં સમજીએ તો હવે તમે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને કોઇપણ પ્રકારની મદદ વિના સંકોચે કરી શકો છો.

નવા નિયમ મુજબ લોકોની મદદ કરનારાઓ સારા નાગરિકોની સાથે ધર્મ, જાતિ અને રાષ્ટ્રિયતાથી ઉપર જઇને સન્માનજનક વ્યવહાર કરવામાં આવશે. આ સાથે જ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો મદદ કરનારા વ્યકિત પોતે ઇચ્છે તો પોતાની વિગત અધિકારીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. તે સિવાય બધી સરકારી અને ખાનગી હોસ્પિટલવાળાઓએ પ્રવેશ, પોતાની વેબસાઇટ તેમજ ખાસ જગ્યાઓ પર હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક (લોકલ) ભાષામાં એક ચાર્ટર લગાવાનું રહેશે. આ દુર્ઘટનામાં મદદ કરનારાઓ સારા નાગરિકોના અધિકારીનિ વિગત આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા નિયમમાં જણાવામાં આવ્યું છે કે જો કોઇ વ્યકિત દૂર્ઘટના કેસમાં પોતાની મરજીથી સાક્ષી  બનવા તૈયાર હોય તો તેને કાયદાકીય જોગવાઇ હેઠળ પૂછપરછ કરવામાં આવે. તેના માટે મોટર વ્હીકલ એકટ, ૨૦૧૯માં ધારા-134A ને જોડવામાં આવી છે. આ હેઠળ મદદ કરનારા વ્યકિતને સુરક્ષા આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ છે કે મદદ કરનારા વ્યકિત દૂર્ઘટનાનો શિકાર વ્યકિતને પહોંચડવાની કોઇપણ ઇજા અથવા તેના મૃત્યું માટે જવાબદાર માનવામાં આવશે નહીં. તેની તરફ કોઇપણ પ્રકારે સિવિલ અથવા ક્રિમિનલ કેસ દાખલ નહીં કરવામાં આવી શકે.

મંત્રાલયે 'Good Samaritan'ની પરિભાષા પણ સ્પષ્ટ કરી દીધી છે. જેના મુજબ હંમેશા સારા ઇરાદા સાથે, પોતાની ઇચ્છાથી અને ઇનામ અથવા વળતરની ઇચ્છા વગર દૂર્ઘટનાના શિકાર વ્યકિતની ઇમરજેન્સી મેડિકલ અથા નોન-મેડિકલ કેર અથવા તકથી વિકિટમને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરનારા વ્યકિત 'Good Samaritan' છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યું થાય છે. નવા નિયમ મુજબ રોડ અકસ્માતમાં શિકાર લોકોને તાત્કાલિક મદદ મળવાની સંભાવના વધશે અને મૃત્યુદર કેટલાક અંશે ઘટી શકે છે.

(11:18 am IST)