Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

એચ૧બી વિઝા પરના પ્રતિબંધ સામે ન્યાયધીશે મનાઇ ફરમાવી

રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય સત્તાનો દુરૂપયોગ કર્યો : જજ

વોશિંગ્ટન તા. ૨ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ૧બી વિઝા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ ઉપર મનાઇ હુકમ ફરમાવી દેવામાં આવ્યો છે. એક ફેડરલ ન્યાયધીશે ટ્રમ્પ દ્વારા જુનમાં જારી થયેલ એચ૧બી વિઝા પ્રતિબંધના આદેશને એવું કહીને રોકી દીધો છે કે રાષ્ટ્રપતિ તેમના બંધારણીય અધિકારને પાર કરી ગયા છે.

આ આદેશ કેલિફોર્નિયાના ઉત્તર જિલ્લાના જિલ્લા ન્યાયધીશ જેફરી વ્હાઇટ દ્વારા જારી થયેલ છે.

વાણીજ્ય વિભાગ અને હોમલેન્ડ સુરક્ષા વિભાગની સામે નેશનલ એસો. ઓફ મેન્યુ., યુએસ ચેમ્બર, નેશનલ રિટેલ ફેડરેશન અને ટેકનેક દ્વારા આ અંગે અરજી થઇ હતી.

જુનમાં ટ્રમ્પે આદેશ જારી કર્યો હતો કે ઘરઆંગણે નોકરી બચાવવા માટે એચ૧બી અને એચ૨બી, જે અને જેલ વીઝા સહિત અન્ય વિદેશી વિઝા જારી કરવા પર હંગામી પ્રતિબંધ રહેશે.

આ પગલા સામે અનેક આઇટી કંપનીઓ સહિતનાઓએ આ સામે વિરોધ નોંધાયો હતો.

(11:19 am IST)