Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અરૂણાચલ ભારતનો જ ભાગ છે : અમેરિકા

અમેરિકાના નિવેદનથી ચીનને સણસણતો તમાચો

વોશીંગ્ટન,તા.૨ : ભારત અને ચીનની વચ્ચે ઉત્ત્।રથી લઇ ઉત્ત્।ર-પૂર્વ સુધીની સરહદને લઇ વિવાદ પર આખી દુનિયાની નજર ટકેલી છે. એશિયાના બે સૌથી મોટા દેશો વચ્ચેની સ્થિતિ અન્ય ભાગોમાં પણ તીવ્ર છે. ખાસ કરીને અમેરિકા પરિસ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે જે ચીનને પોતાના માટે એક મોટો પડકાર માને છે. તેના લીધે અમેરિકાએ હવે અરુણાચલ પ્રદેશના મુદ્દા પર ભારતને સાથ આપ્યો છે.અમેરિકાના ગૃહ વિભાગે એક નિવેદન આપ્યું છે, લગભગ ૬૦ વર્ષથી અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માન્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં કોઈપણ ઘૂસણખોરી પછી તે સૈન્ય હોય કે નાગરિક તેના દ્વારા ક્ષેત્રીય દાવાઓને લઇ એકપક્ષીય કોશિષનો વિરોધ કરીએ છીએ. તેની સાથે જ વિભાગે એમ પણ કહ્યું છે કે, વિવાદાસ્પદ ક્ષેત્રો વિશે આપણે એટલું જ કહી શકીએ કે અમે ભારત અને ચીનને દ્વિપક્ષીય માર્ગો દ્વારા તેનું નિરાકરણ લાવવા પ્રેરિત કરીએ છીએ અને સૈન્યનો ઉપયોગ ન કરવા અપીલ કરીએ છીએ.

ગયા મહિને જયારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિનને અરુણાચલથી ગાયબ થયેલા ૫ યુવાનો વિશે પૂછયું હતું ત્યારે તેમણે ભારતીયો અંગે માહિતી આપવાની જગ્યાએ અરૂણાચલ પ્રદેશને ચીનનો ભાગ બતાવ્યો હતો. લિજિને કહ્યું ચીને કયારેય અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી જે ચીનના દક્ષિણ તિબેટ ક્ષેત્રનો વિસ્તાર છે.

(11:21 am IST)