Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના વાયરસથી પીડિત વૃધ્ધોમાં વધી રહ્યો છે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છેઃ ત્વરીત સારવાર ન થવા પર મોત પણ થઈ શકે છે

નવી દિલ્હી,તા.૨: કોરોના વાયરસને લઈને દુનિયાભરના તમામ દેશ નવા-નવા સંશોધન કરી રહ્યાં છે. દ્યણા દેશ તો કોરોના વાયરસની વેકિસન શોધવાની ખુબ નજીક છે. તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ સુધી કોરોના વાયરસની વેકિસન બજારમાં ઉપલબ્ધ હશે.

શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાયરસ (કોવિડ-૧૯) ગંભીર રૂપથી પીડિત લોકોમાં કાર્ડિયાક અરેસ્ટનો ખતરો જોવા મળ્યો છે. આ ખતરો સૌથી વધુ ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. અભ્યાસમાં આ નિષ્કર્ષ તે કોરોના દર્દીઓની દેખરેખ પર વધુ ધ્યાન આપવામાં મદદ મળી શકે છે, જેની સ્થિતિ ખુબ ગંભીર હોય છે.

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. ત્વરીત સારવાર ન થવા પર મોત પણ થઈ શકે છે. બીએમજે પત્રિકામાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ આ નિષ્કર્ષ ગંભીર રૂપથી સંક્રમિત ૧૮ વર્ષથી વધુની ઉંમરના ૫૦૧૯ લોકો પર કરાયેલા અભ્યાસના આધારે કાઢ્યું છે. તેને અમેરિકાની ૬૮ હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભ્યાસના પરિણામથી જાહેર થાય છે કે આઇસીયૂમાં દાખલ કરાયાના ૧૪ દિવસની અંદર ૧૪ ટકા એટલે કે ૭૦૧ દર્દીઓએ કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટનો કામનો કરનાર વૃદ્ઘ લોકો હતા. ગંભીર રૂપથી પીડિત લોકોમાં કાર્ડિયાક અરેસ્ટનો ખતરો સામાન્ય રીતે રહે છે. તેવા લોકોમાં બચવાની સંભાવના પણ ઓછી રહે છે. પરંતુ અભ્યાસના આ પરિણામથી ગંભીર મામલામાં આ પ્રકારના ખતરાને ટાળવામાં મદદ મળી શકે છે.

હકીકતમાં જે લોકો કોરોના વાયરસથી ગંભીર રૂપથી સંક્રમિત થાય છે, તેને શ્વાસ લેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે દર્દીઓને ઓકસીજન પણ આપવામાં આવે છે. ત્યારે તેનો જીવ બચે છે. બાકી મૃત્યુની શકયતા વધી જાય છે. શ્વાસ લેવાની સમસ્યાને કારણે તેના ફેફસા પર પણ અસર પડે છે. તેવામાં હાર્ટ એટેક મોતનું કારણ બને છે.

(11:24 am IST)