Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

લાલ બહાદુર શાસ્ત્રીનો આજે ૧૧૬મો જન્મદિવસ

ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો આજે ૧૧૬મો જન્મદિવસ છે. દેશના બીજા વડાપ્રધાન તરીકે ફરજ બજાવનાર અને શ્વેત ક્રાંતિના સર્જક સ્વ.લાલબહાદુર શાસ્ત્રીનો આજે ૧૧૬મો જન્મદિવસ છે. તેઓનું ૧૯૬૬માં અવસાન થયુ હતું. ૧૯૬૫માં ભારતમાં ગ્રીન રેવલ્યુશન માટે પણ હંમેશ યાદ રહેશે. આણંદ ખાતેની અમૂલ ડેરીને પ્રોત્સાહન આપી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની નિમણુંક કરી હતી. શાસ્ત્રીજીના અવસાનનો ભેદ આજે ૬ દાયકા પછી પણ વણઉકેલ રહ્યો છે. શાસ્ત્રીજીને આજે દેશ યાદ કરી સત્ સત્ વંદન કરે છે.

(11:26 am IST)