Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના પોઝિટિવ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનીઝ મીડિયાએ મજાક ઉડાવી : કોવિદ -19 ને મામૂલી સમજવાની કિંમત ચૂકવી રહ્યા છો : મહામારી છુપાવનાર ચીનની મજાક વિરુદ્ધ વિશ્વભરમાં આક્રોશ

બેજિંગ  : વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચીનના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઇમ્સે મજાક ઉડાવી છે. આ અખબારમાં લખ્યા મુજબ કોવિદ -19 ને મામૂલી સમજવાની તેઓ કિંમત ચૂકવી રહ્યા છે. ચીનના અખબારની આ ટીકાનો વિશ્વભરમાં વિરોધ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના બીજી ટર્મના ઉમેદવાર છે જેમને કોરોના થવાથી આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી ઉપર અસર પડી શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)