Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કાનપુરમાં અટલઘાટથી જાજમઉ સુધી સાબરમતી જેવો જ રીવરફ્રન્ટ બનશે

રિવરફ્રન્ટની રૂપરેખા તૈયારઃ કામગીરી ટુંક સમયમાં શરૂ થશે

કાનપુર તા. ર : યોગી સરકારે કાનપુરમાં ગંગાના કિનારા પર રિવરફ્રન્ટ બનાવવાના આદેશો આપી દીધા છે. કાનપુર ખાતેના અટલઘાટથી જાજમઉ સુધી ગુજરાતના સાબરમતી રીવરફ્રન્ટ જેવાજ રીવરફ્રન્ટનું કામ ટુંક સમયમાં શરૂ થશે.

મુખ્ય પ્રધાન યોગીએ આ અંગે કાનપુરના અધિકારીઓ સાથે રૂપરેખા તૈયાર કરી લીધી છે. રીવરફ્રન્ટના નિર્માણથી કાનપુરની ખુબસુરતી તો વધશે જ સાથેસો ગંગા પણ વધુ સ્વચ્છ થશે આ રિવરફ્રન્ટ કાનપુરમાં ગંગાબેરેજથી જાજમઉ સુધી ૧પ કી.મી.લાંબો હશે ગંગા કિનારે પર્ક  બાળકો માટે હિંચકા, રેસ્ટોરન્ટો બનાવાશે. તેના કારણે અહી આવનાર પર્યટકોને ફરવા અને બેસવા માટેનં એક સારૂ સ્થળ મળશે. ભાજપા ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું કે મુખ્ય પ્રધાન યોગીએ આ પરિયોજના જેમ બને તેમ જલ્દી પુરી કરવાના આદેશ આપ્યા છે. રિવર ફ્રન્ટ બનવાથી અહી મોટી સંખ્યામાં પર્યટકો આવશે આ પરિયોજનાની જાહેરાતથી કાનપુર વાસીઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(2:43 pm IST)